નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું બનાના કેક/કેળા નો કેક. કેકનું નામ સાંભળતા જ નાના-મોટા દરેકના મોઢામાં પાણી આવી જાય છે પરંતુ બજારમાં મળતા કે નાના બાળકો માટે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે ને દરેક માતા બજારમાં મળતા કેક પોતાના બાળક ને આપતા સેજ અચકાય છે કેમકે તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, મેંદા ની બનેલી હોય છે ને ઉપર આઈસીંગ સુગર વગેરેનો ઉપયોગ થતો હોય છે પરંતુ આજે જે આપણે એક બનાવીશું તે નેચરલ શુગર એટલે કે કેળામાંથી તેમજ મેંદા ની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરી એક હેલ્ધી બનાના કેક – કેળા ની કેક બનાવવાની ની કોશિશ કરીશું જે નાના બાળકોના સ્વાસ્થ્યને પણ લાભકારી છે તો ચાલો બનાવીએ બનાના કેક – banana cake recipe in Gujarati.
બનાના કેક બનાવવા જરૂરી સામગ્રી
- 3 પાકા કેળા
- 2 કપ ઘઉં નો લોટ
- ½ કપ તેલ/ઘી/માખણ
- ¼ કપ દહીં
- ¼ ચમચી મીઠું
- ¼ ચમચી તજ ભૂકો
- 1 ચમચી વેનિલા એસેસન્સ
- 1 ચમચી બેકિંગ પાઉડર
- 1 ચમચી બેકિંગ સોડા
- ½ કપ ચોકો ચિપ્સ/ચોકલેટ ના કટકા
Banana cake recipe in Gujarati
બનાના કેક બનાવવાની રીત મા સૌ પ્રથમ એક વાસણમાં ત્રણ પાકા કેળા લ્યો , કેળા ને બિટ્ટર અથવા હાથ વડે બરોબર મેસ કરો
કેળા મેસ થઇ ગયા બાદ તેમાં અડધો કપ ગઈ દહીં અડધો કપ તેલ અને એક ચમચી વેનિલા એસેન્સ ઉમેરી બરોબર મિક્સ કરો , ત્યારબાદ ચારણીમાં 2 કપ ઘઉંનો લોટ 1 ચમચી બેકિંગ પાઉડર પા ચમચી બેકિંગ સોડા પા ચમચી મીઠું નાખી ને પા ચમચી તજ નો ભૂકો નાખી ચાળી લો
ચારેલ મિશ્રણને કેળા વાળા મિશ્રણ સાથે બરોબર મિક્સ કરો , ત્યારબાદ તેમાં ચોકો ચિપ્સ અથવા ચોકલેટના કટકા નાખી મિક્સ કરો
ગેસ પર રીંગ ને સિટી કાઢી કુકર ગરમ કરો , હવે એક તેલ કે ઘી થી ગ્રીસ કરેલા વાસણમાં કેક નું મિશ્રણ નાખી એકથી બે વખત ધીમે થી પછાડો જેથી વધારાની હવા બહાર નીકળી જાય
ગેસ પર ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ પહેલાં મુકેલ કુકર ગરમ થઇ ગયું હસે કેક ના મિશ્રણ વાળું પાત્ર કૂકરમાં મૂકી પરનું ઢાંકણ ઢાંકી દયો , પ્રથમ દસ મિનિટ ફુલ તાપે ત્યારબાદ પંદરથી વીસ મિનિટ ધીમા તાપે ચડાવો તૈયાર છે બનાના કેક
બનાના કેક બનાવવાની રીત નો વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Banana cake banavani rit
બનાના કેક બનાવવાની રીત | Banana cake recipe in Gujarati | Banana cake banavani rit
Equipment
- 1 કુકર અથવા કડાઈ
Ingredients
- 3 પાકા કેળા
- 2 કપ ઘઉં નો લોટ
- ½ કપ તેલ/ઘી/માખણ
- ¼ કપ દહીં
- ¼ ચમચી મીઠું
- ¼ ચમચી તજ ભૂકો
- 1 ચમચી વેનિલા એસેસન્સ
- 1 ચમચી બેકિંગપાઉડર
- 1 ચમચી બેકિંગસોડા
- ½ ચોકો ચિપ્સ/ચોકલેટ ના કટકા
Instructions
બનાના કેક બનાવવાની રીત | Banana cake banavani rit
- સૌ પ્રથમ એક વાસણમાં ત્રણ પાકા કેળા લ્યો
- કેળા ને બિટ્ટર અથવા હાથ વડે બરોબર મેસ કરો
- કેળા મેસ થઇ ગયા બાદ તેમાં અડધો કપ ગઈ દહીંઅડધો કપ તેલ અને એક ચમચી વેનિલા એસેન્સ ઉમેરી બરોબર મિક્સ કરો
- ત્યારબાદ ચારણીમાં 2 કપ ઘઉંનો લોટ 1 ચમચી બેકિંગપાઉડર પા ચમચી બેકિંગ સોડા પા ચમચી મીઠું નાખી ને પા ચમચી તજ નો ભૂકો નાખી ચાળી લો
- ચારેલ મિશ્રણને કેળા વાળા મિશ્રણ સાથે બરોબર મિક્સ કરો
- ત્યારબાદ તેમાં ચોકો ચિપ્સ અથવા ચોકલેટના કટકાનાખી મિક્સ કરો
- ગેસ પર રીંગ ને સિટી કાઢી કુકર ગરમ કરો
- હવે એક તેલ કે ઘી થી ગ્રીસ કરેલા વાસણમાં કેકનું મિશ્રણ નાખી એકથી બે વખત ધીમે થી પછાડો જેથી વધારાની હવા બહાર નીકળી જાય
- ગેસ પર ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ પહેલાં મુકેલકુકર ગરમ થઇ ગયું હસે કેક ના મિશ્રણ વાળું પાત્ર કૂકરમાંમૂકી પરનું ઢાંકણ ઢાંકી દયો
- પ્રથમ દસ મિનિટ ફુલ તાપે ત્યારબાદ પંદરથી વીસમિનિટ ધીમા તાપે ચડાવો તૈયાર છે બનાના કેક
Banana cake recipe in Gujarati |
- ચોકલેટ સિવાય તમે એમાં તમને કે બાળક ને ગમતા ડ્રાય ફ્રુટ પણ ઉમેરી સકો છો
- બાળકો માટે જ બનાવતા હો તો તેલ ની જગ્યાએ ઘી કે માખણ નાખવા થી એમને વધુ ભાવશે
આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોકલેટ કપ કેક બનાવવાની રીત | કપ કેક બનાવવાની રીત | chocolate cupcake banavani rit in Gujarati
પાવ બનાવવાની રીત કુકર અને ઓવન બંને ની | Pav banavani rit Gujarati ma
ગાર્લિક બ્રેડ બનાવવાની રીત કુકરમા | Stuffed garlic bread recipe in Gujarati
ચોકો લાવા કેક બનાવવાની રીત | Choco lava cake recipe in Gujarati