આ વાનગી નું નામ જેટલું અલગ છે એટલી જ વાનગી પણ અલગ છે અને સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી છે. અત્યારે ઘણા ઓછા લોકો આ વાનગી વિશે જાણતાં હસે , તો આજ આપણે એક આપણી જૂની અને વિસરાતી વાનગી Bajri Na Chamchamiya – બાજરી ના ચમચમિયા બનાવતા શીખીશું.
Ingredients list
- બાજરી નો લોટ 2 કપ
- ઝીણી સુધારેલી લીલી મેથી ¾ કપ
- ઝીણાં સમારેલાં લીલાં ધાણા ½ કપ
- લીલા મરચા સુધારેલા 3-4
- ઝીણું સમારેલું લીલું લસણ ¼ કપ (ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખો)
- આદુની પેસ્ટ ½ ચમચી
- હળદર ½ ચમચી
- દહીં ½ કપ
- ઈનો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- સફેદ તલ જરૂર મુજબ
- તેલ / ઘી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
બાજરી ના ચમચમિયા બનાવવાની રીત
બાજરી ના ચમચમિયા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ચારણી માં નાખી નિતારી લ્યો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ નિતારી લ્યો. હવે લીલા મરચા ને ઝીણા ઝીણા સમારી તૈયાર કરી લ્યો અને લીલા લસણ ને પણ સાફ કરી ધોઈ ઝીણું સમારી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
હવે એક તપેલી માં બાજરા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલી લીલી મેથી, લીલા ધાણા, લીલા મરચા અને લીલું લસણ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર, બે ત્રણ ચમચી સફેદ તલ, એક ચમચી ઘી અને દહી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને દસ મિનિટ એક બાજુ મૂકો.
દસ મિનિટ પછી ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાજરી ના મિશ્રણ માં ઈનો અને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી તવી પર એક ચમચી તેલ કે ઘી નાખો એમાં પા ચમચી સફેદ તલ નાખો અને તૈયાર કરેલ મિશ્રણ માંથી એક થી દોઢ કડછી બાજરા નું મિશ્રણ નાખી થોડું ફેલાવી લ્યો.
ત્યારબાદ ઢાંકી ને બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી તૈયાર ચમચમિયા ને તવિથા થી ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ બે મિનિટ ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. અને ત્યાર બાદ ઉતારી લ્યો ને દહી, ચટણી, સોસ કે રાયતા સાથે સર્વ કરી શકો છો આમ એક એક કરી ને બધા ચમચમિયા તૈયાર કરી લ્યો. તો તૈયાર છે બાજરી ના ચમચમિયા.
Chamchamiya recipe notes
- અહીં મિશ્રણ માં તમે ઝીણી સુધારેલી પાલક પણ નાખી શકો છો.
- જો તમને થોડી મીઠાસ પસંદ હોય તો એક બે ચમચી છીણેલો ગોળ પણ નાખી શકો છો.
- જો લીલું લસણ ના હોય તો સૂકા લસણ ની કણી લઈ એની પેસ્ટ બનાવી ને પણ નાખી શકો છો અને લસણ ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Bajri Na Chamchamiya banavani rit
Bajri Na Chamchamiya banavani rit
Equipment
- 1 તવી
- 1 તપેલી
Ingredients
Ingredients list
- 2 કપ બાજરી નો લોટ
- ¾ કપ ઝીણી સુધારેલી લીલી મેથી
- ½ કપ ઝીણાં સમારેલાં લીલાં ધાણા
- 3-4 લીલા મરચા સુધારેલા
- ¼ કપ ઝીણું સમારેલું લીલું લસણ ( ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખો )
- ½ ચમચી આદુની પેસ્ટ
- ½ ચમચી હળદર
- ½ કપ દહીં
- 1 ચમચી ઈનો
- મીઠું સ્વાદ મુજબ
- સફેદ તલ જરૂર મુજબ
- તેલ / ઘી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Bajri Na Chamchamiya banavani rit
- બાજરી ના ચમચમિયા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ચારણી માં નાખી નિતારી લ્યો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ નિતારી લ્યો. હવે લીલા મરચા ને ઝીણા ઝીણા સમારી તૈયાર કરી લ્યો અને લીલા લસણ ને પણ સાફ કરી ધોઈ ઝીણું સમારી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
- હવે એક તપેલી માં બાજરા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલી લીલી મેથી, લીલા ધાણા, લીલા મરચા અને લીલું લસણ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર, બે ત્રણ ચમચી સફેદ તલ, એક ચમચી ઘી અને દહી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને દસ મિનિટ એક બાજુ મૂકો.
- દસ મિનિટ પછી ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાજરી ના મિશ્રણ માં ઈનો અને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી તવી પર એક ચમચી તેલ કે ઘી નાખો એમાં પા ચમચી સફેદ તલ નાખો અને તૈયાર કરેલ મિશ્રણ માંથી એક થી દોઢ કડછી બાજરા નું મિશ્રણ નાખી થોડું ફેલાવી લ્યો.
- ત્યારબાદ ઢાંકી ને બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી તૈયાર ચમચમિયા ને તવિથા થી ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ બે મિનિટ ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. અને ત્યાર બાદ ઉતારી લ્યો ને દહી, ચટણી, સોસ કે રાયતા સાથે સર્વ કરી શકો છો આમ એક એક કરી ને બધા ચમચમિયા તૈયાર કરી લ્યો. તો તૈયાર છે બાજરી ના ચમચમિયા.
Chamchamiya recipe notes
- અહીં મિશ્રણ માં તમે ઝીણી સુધારેલી પાલક પણ નાખી શકો છો.
- જો તમને થોડી મીઠાસ પસંદ હોય તો એક બે ચમચી છીણેલો ગોળ પણ નાખી શકો છો.
- જો લીલું લસણ ના હોય તો સૂકા લસણ ની કણી લઈ એની પેસ્ટ બનાવી ને પણ નાખી શકો છો અને લસણ ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મગ ચોખા અને સાબુદાણા નો હાંડવો | Mag chokha ane sabudana no handvo
મિર્ચી ઢોકળા બનાવવાની રીત | Mirchi dhokla banavani rit
રાગી ની રોટલી બનાવવાની રીત | Ragi ni rotli banavani rit
બાજરા ની ખીચડી બનાવવાની રીત | Bajra ni khichdi banavani rit
જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત | Juvar methi ni Thalipeeth banavani rit