મિત્રો આ ખીચડી રેગ્યુલર બનતી ખીચડી થી લાગશે એને જે બાજરી માંથી બનતા રોટલા કે રોટલી નથી પસંદ કરતા એમને આ Bajri mag ni vaghareli khichdi – બાજરી મગ ની વઘારેલી ખીચડી ખૂબ પસંદ આવશે અને શિયાળા માં બાજરી માંથી મળતા સારા ફાયદા મેળવી શકાશે.
Ingredient list
- બાજરી 1 કપ
- મગ ½ કપ
- ઘી 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- રાઈ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
- બટાકા 1 મિડીયમ સુધારેલ
- ગાજર 1 મિડીયમ સુધારેલ
- ડુંગળી 1-2 સુધારેલ
- લીલા મરચા 2-3 સુધારેલ
- મીઠા લીમડા ના પાન 5-7
- વટાણા ¼ કપ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Bajri mag ni vaghareli khichdi banavani rit
બાજરી મગ ની વઘારેલી ખીચડી બનાવવા સૌપ્રથમ બાજરી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક થી બે પાણી થી બરોબર ધોઇ લ્યો અને બાજરી ને ધોઇ લીધા બાદ પાણી નિતારી કપડા પર ફેલાવી પંખા નીચે દસ પંદર મિનિટ સૂકવી લ્યો સાથે મગ ને પણ સાફ કરી બે પાણી થી ધોઇ સાફ કરી પાણી નાખી પલાળી મૂકો. બાજરી સાવ કોરી કરી લ્યો. હવે બાજરી ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં આઠ દસ વખત ફેરવી ને ફોતરા કાઢી લ્યો.
હવે બાજરી ને ચારણીમાં કાઢી એમાંથી ફોતરા અલગ કરી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કુકર માં ચાર થી સવા ચાર કપ પાણી ગરમ કરવા મૂકો અને સાથે અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલી દાળ નું પાણી નિતારી ને નાખો સાથે થોડી થોડી બાજરી નાખી મિક્સ કરતા જાઓ.
બધી બાજરી મિક્સ થઈ જાય અને પાણી ઊકળવા લાગે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે સાત થી આઠ સીટી વગાડી ખીચડી ને ચડાવી લ્યો. આઠ સીટી પછી ખીચડી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખી અને કુકર ની હવા નીકળવા દયો. કુકર ની હવા નીકળી જાય એટલે કુકર ખોલી ખીચડી માં ઘી નાખી ને પણ ખાઈ શકો છો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું આંખો તતડાવી લ્યો. ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા અને આદુ લસણ નાખી મિક્સ કરી લ્યો અને બટાકા સુધારેલ નાખી મિક્સ કરી બટાકા ને ચડાવી લ્યો. બટાકા પોણા ચડી જાય એટલે એમાં ગાજર ના કટકા, વટાણા, ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરી લ્યો.
બધા શાક ને ધીમા તાપે ઢાંકી ને બરોબર ચડાવી લ્યો અને પાંચ સાત મિનિટ પછી બધા શાક ચડી જાય એટલે એમાં ટમેટા સુધારેલ નાખો એને પણ ચડાવી લ્યો અને ટમેટા ચડી જાય એટલે લાલ મરચાનો પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ચડાવી લ્યો. મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં તૈયાર કરેલ ખીચડી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
શાક સાથે ખીચડી બરોબર મિક્સ થઈ જાય એટલે પા થી અડધો કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઘી કે માખણ સાથે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે બાજરી મગ ની વઘારેલી ખીચડી.
Khichdi recipe notes
- અહીં જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
- બાજરી ને એક સાથે ઘી ધોઇ સાફ કરી સૂકવી ને મિક્સર માં ખાંડી ને રાખી દયો અને જ્યારે ખીચડી બનાવી હોય ત્યાર બનાવી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બાજરી મગ ની વઘારેલી ખીચડી બનાવવાની રીત
Bajri mag ni vaghareli khichdi banavani rit
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredient list
- 1 કપ બાજરી
- ½ કપ મગ
- 3-4 ચમચી ઘી
- 1 ચમચી જીરું
- 1 ચમચી રાઈ
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 1 બટાકા મિડીયમ સુધારેલ
- 1 ગાજર મિડીયમ સુધારેલ
- 1-2 ડુંગળી સુધારેલ
- 2-3 લીલા મરચા સુધારેલ
- 5-7 મીઠા લીમડા ના પાન
- ¼ કપ વટાણા
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Bajri mag ni vaghareli khichdi
- બાજરી મગ ની વઘારેલી ખીચડી બનાવવા સૌપ્રથમ બાજરી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક થી બે પાણી થી બરોબર ધોઇ લ્યો અને બાજરી ને ધોઇ લીધા બાદ પાણી નિતારી કપડા પર ફેલાવી પંખા નીચે દસ પંદર મિનિટ સૂકવી લ્યો સાથે મગ ને પણ સાફ કરી બે પાણી થી ધોઇ સાફ કરી પાણી નાખી પલાળી મૂકો. બાજરી સાવ કોરી કરી લ્યો. હવે બાજરી ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં આઠ દસ વખત ફેરવી ને ફોતરા કાઢી લ્યો.
- હવે બાજરી ને ચારણીમાં કાઢી એમાંથી ફોતરા અલગ કરી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કુકર માં ચાર થી સવા ચાર કપ પાણી ગરમ કરવા મૂકો અને સાથે અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલી દાળ નું પાણી નિતારી ને નાખો સાથે થોડી થોડી બાજરી નાખી મિક્સ કરતા જાઓ.
- બધી બાજરી મિક્સ થઈ જાય અને પાણી ઊકળવા લાગે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે સાત થી આઠ સીટી વગાડી ખીચડી ને ચડાવી લ્યો. આઠ સીટી પછી ખીચડી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખી અને કુકર ની હવા નીકળવા દયો. કુકર ની હવા નીકળી જાય એટલે કુકર ખોલી ખીચડી માં ઘી નાખી ને પણ ખાઈ શકો છો.
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું આંખો તતડાવી લ્યો. ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા અને આદુ લસણ નાખી મિક્સ કરી લ્યો અને બટાકા સુધારેલ નાખી મિક્સ કરી બટાકા ને ચડાવી લ્યો. બટાકા પોણા ચડી જાય એટલે એમાં ગાજર ના કટકા, વટાણા, ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરી લ્યો.
- બધા શાક ને ધીમા તાપે ઢાંકી ને બરોબર ચડાવી લ્યો અને પાંચ સાત મિનિટ પછી બધા શાક ચડી જાય એટલે એમાં ટમેટા સુધારેલ નાખો એને પણ ચડાવી લ્યો અને ટમેટા ચડી જાય એટલે લાલ મરચાનો પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ચડાવી લ્યો. મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં તૈયાર કરેલ ખીચડી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- શાક સાથે ખીચડી બરોબર મિક્સ થઈ જાય એટલે પા થી અડધો કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઘી કે માખણ સાથે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે બાજરી મગ ની વઘારેલી ખીચડી.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
બાજરી ના ચમચમિયા | Bajri Na Chamchamiya
કમળ કાકડી નું શાક બનાવવાની રીત | Kamal kakadi nu shaak banavani rit
મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit
લીલી ડુંગળી નું શાક બનાવવાની રીત | lili dungri nu shaak banavani rit