બાજરા ને શિયાળા નું સુપર ફુડ માનવામાં આવે છે એમાં સારી માત્રામાં આયરન, મેંગનેસિયમ રહેલું છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. જો તમે બાજરા ના રોટલી, રોટલા, મુઠીયા કે રાબ બનાવી લીધી છે તો આજ આપણે બાજરા માંથી એક હેલ્થી અને ટેસ્ટી વાનગી Bajra ni idli – બાજરા ની ઈડલી બનાવતા શીખીશું. આ બાજરા ઈડલી ને તમે ચટણી, સંભાર સાથે કે પછી વઘારી ને મજા લઇ શકો છો.
Ingredients list
- બાજરો 1 ½ કપ
- ઈડલી ચોખા / ચોખા 1 કપ
- અડદ દાળ ½ કપ
- મેથી દાણા ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ પાણી જરૂર મુજબ
Bajra ni idli banavani rit
બાજરા ની ઈડલી બનાવવા સૌપ્રથમ બાજરા ને સાફ કરી એક તપેલી માં લ્યો ત્યાર બાદ એમાં ખીચડી ના ચોખા અથવા ઈડલી ચોખા નાખો સાથે અડદ ની દાળ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે બે ત્રણ પાણીથી બધી સામગ્રી ને ધોઇ સાફ કરી લ્યો. હવે ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ થી છ કલાક પલાળી મુકો.
છ કલાક પછી પાણી નિતારી બાજરા, ચોખા અને દાળ ને થોડી થોડી મિક્સ જાર માં નાખી પીસી લ્યો . પીસવા માટે જરૂર પડે તો બે ચાર ચમચી અથવા જરૂર મુજબ પાણી નાખી પીસી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો આમ બધા જ પલાળેલા ધાન ને પીસી ને તૈયાર કરી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ધોઇ સાફ કરો મેથી ના દાણા નાખી મિક્સ કરી ઢાંકી દસ થી બાર કલાક આથો આવવા ગરમ જગ્યાએ મૂકી દયો.
બાર કલાક પછી આથો બરોબર આવી જાય એટલે મિશ્રણ ને બરોબર મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર ઢોકરિયા માં એક ગ્લાસ પાણી નાખી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને એમાં આથો આવેલા મિશ્રણ ને નાખતા જાઓ. હવે ઈડલી સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી પંદર મિનિટ ચડાવી લ્યો.
પંદર મિનિટ પછી સ્ટેન્ડ બહાર કાઢી થોડી વાર ઠંડુ થવા દયો અને થોડું ઠંડું થાય એટલે ચમચા થી ઈડલી અલગ કરી કાઢી લ્યો અને ફરી સ્ટેન્ડ માં તેલ લગાવી ઈડલી મિશ્રણ નાખી ઈડલી ચડવા મૂકો. આમ બધી ઈડલી તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ઈડલી ને ચટણી અને સંભાર સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરા ઈડલી.
Idli recipe notes
- અહી તમે આથો આવવા આખી રાત પણ ગરમ જગ્યાએ મૂકી આથો આવવા મૂકી શકો છો. શિયાળા માં આથો આવવા માં વાર પણ લાગી શકે છે.
- તમે ઈડલી ને બાફતી વખતે એમાં પા ચમચી ઈનો નાખી મિક્સ કરી ઈડલી બનાવશો તો ઈડલી વધારે સોફ્ટ બનશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બાજરા ની ઈડલી બનાવવાની રીત
Bajra ni idli banavani rit
Equipment
- 1 તપેલી
- 1 મિક્સર
- 1 ઈડલી સ્ટેન્ડ
Ingredients
Ingredients list
- 1 ½ કપ બાજરો
- 1 કપ ઈડલી ચોખા / ચોખા
- ½ કપ અડદ દાળ
- ¼ ચમચી મેથી દાણા
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Bajra ni idli banavani rit
- બાજરા ની ઈડલી બનાવવા સૌપ્રથમ બાજરા ને સાફ કરી એક તપેલી માં લ્યો ત્યાર બાદ એમાં ખીચડી ના ચોખા અથવા ઈડલી ચોખા નાખો સાથે અડદ ની દાળ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે બે ત્રણ પાણીથી બધી સામગ્રી ને ધોઇ સાફ કરી લ્યો. હવે ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ થી છ કલાક પલાળી મુકો.
- છ કલાક પછી પાણી નિતારી બાજરા, ચોખા અને દાળ ને થોડી થોડી મિક્સ જાર માં નાખી પીસી લ્યો . પીસવા માટે જરૂર પડે તો બે ચાર ચમચી અથવા જરૂર મુજબ પાણી નાખી પીસી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો આમ બધા જ પલાળેલા ધાન ને પીસી ને તૈયાર કરી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ધોઇ સાફ કરો મેથી ના દાણા નાખી મિક્સ કરી ઢાંકી દસ થી બાર કલાક આથો આવવા ગરમ જગ્યાએ મૂકી દયો.
- બાર કલાક પછી આથો બરોબર આવી જાય એટલે મિશ્રણ ને બરોબર મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર ઢોકરિયા માં એક ગ્લાસ પાણી નાખી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને એમાં આથો આવેલા મિશ્રણ ને નાખતા જાઓ. હવે ઈડલી સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી પંદર મિનિટ ચડાવી લ્યો.
- પંદર મિનિટ પછી સ્ટેન્ડ બહાર કાઢી થોડી વાર ઠંડુ થવા દયો અને થોડું ઠંડું થાય એટલે ચમચા થી ઈડલી અલગ કરી કાઢી લ્યો અને ફરી સ્ટેન્ડ માં તેલ લગાવી ઈડલી મિશ્રણ નાખી ઈડલી ચડવા મૂકો. આમ બધી ઈડલી તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ઈડલી ને ચટણી અને સંભાર સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરા ઈડલી.
Idli recipe notes
- અહી તમે આથો આવવા આખી રાત પણ ગરમ જગ્યાએ મૂકી આથો આવવા મૂકી શકો છો. શિયાળા માં આથો આવવા માં વાર પણ લાગી શકે છે.
- તમે ઈડલી ને બાફતી વખતે એમાં પા ચમચી ઈનો નાખી મિક્સ કરી ઈડલી બનાવશો તો ઈડલી વધારે સોફ્ટ બનશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Kothmir kali banavani rit | કોથમીર કલી બનાવવાની રીત
veg lifafa paratha banavani rit | વેજ લીફાફા પરોઠા બનાવવાની રીત
Fafda puri | ફાફડા પૂરી | Fafda puri recipe in gujarati