આપણે ઘરે Bajra na lot ni cutlet banavani rit – બાજરા ના લોટ ની કટલેટ બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Ghar Ka Khana by shashi YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે બાજરો આપણા હેલ્થ માટે ફાયદાકારક પણ છે. સવાર ના કે સાંજ ના નાસ્તા માં તમે બાજરા ની કટલેટ બનાવી શકો છો. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે તેવી ટેસ્ટી બને છે. તો ચાલો આજે આપણે ઘરે દરેક ને ભાવે તેવી ટેસ્ટી અને હેલ્ધી Bajra na lot ni cutlet recipe in gujarati શીખીએ.
કટલેટ નો લોટ બાંધવા માટે ની સામગ્રી
- બાજરા નો લોટ 1 કપ
- ઘઉં નો લોટ ½ કપ
- હિંગ ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- તેલ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
ફિલીંગ બનાવવા માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- રાઈ ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- વટાણા 1 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- બાફેલા બટેટા 2
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
Bajra na lot ni cutlet banavani rit
આજ સૌપ્રથમ આપણે કટલેટ નો લોટ બાંધતા શીખીશું ત્યારબાદ તેનું ફીલિંગ બનાવતા શીખીશું
કટલેટ નો લોટ બાંધવાની રીત
લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં બાજરા નો લોટ નાખો. હવે તેમાં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને એક ચમચી જેટલું તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
ફિલીંગ બનાવવાની રીત
ફિલીંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં હિંગ, હળદર, લાલ મરચું પાવડર અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં લીલાં વટાણા ને એક વાર મિક્સર માં ઘુમાવી ને તેમાં નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે વટાણા ને એક થી બે મિનિટ સુધી ચડાવી લ્યો.
ત્યાર બાદ તેમાં બાફેલા બટેટા ને મેસ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ધીમા તાપે એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો અને ફિલીંગ ને ઠંડું થવા માટે રાખી દયો.
બાજરા ના લોટ ની કટલેટ
બાજરા ના લોટ ની કટલેટ બનાવવા માટે સૌથી પહેલાં ગુંથી ને રાખેલ લોટ ને ફરી થી એક વાર ગુંથી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેને હાથ થી કટોરી નો સેપ આપો. હવે તેમાં એક ચમચી જેટલું ફિલીંગ નાખો. હવે તેને સરસ થી કવર કરી લ્યો. અને હાથ થી થોડું પ્રેસ કરી ને ટિક્કી નો સેપ આપો. આવી રીતે બધી ટિક્કી બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બનાવી ને રાખેલી ટિક્કી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ટિક્કી તળી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી બાજરા ના લોટ ની કટલેટ. હવે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ બાજરા ના લોટ ની કટલેટ ખાવાનો આનંદ માણો.
બાજરા ના લોટ ની કટલેટ બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ghar Ka Khana by shashi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Bajra na lot ni cutlet recipe in gujarati
બાજરા ના લોટ ની કટલેટ બનાવવાની રીત | Bajra na lot ni cutlet banavani rit | Bajra na lot ni cutlet recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
કટલેટ નો લોટ બાંધવા માટે ની સામગ્રી
- 1 કપ બાજરા નો લોટ
- ½ કપ ઘઉં નો લોટ
- ½ ચમચી હિંગ
- સ્વાદ પ્રમાણે મીઠું
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- 1 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
ફિલીંગ બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી હળદર ½
- ½ ચમચી લાલ મરચું પાવડર
- 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- 1 કપ વટાણા
- સ્વાદ પ્રમાણે મીઠું
- 2 બાફેલા બટેટા
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
Instructions
કટલેટ નો લોટ બાંધવાની રીત
- લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં બાજરા નો લોટ નાખો. હવે તેમાં ઘઉં નો લોટ નાખો.હવે તેમાં હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, ઝીણા સુધારેલા લીલાં મરચાં,ઝીણા સુધારેલા લીલાં ધાણા અને એક ચમચી જેટલું તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તે માં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસમિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
ફિલીંગ બનાવવાની રીત
- ફિલીંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં હિંગ,હળદર, લાલ મરચું પાવડર અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં લીલાં વટાણા ને એક વાર મિક્સર માં ઘુમાવી ને તેમાં નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે વટાણા ને એક થી બે મિનિટ સુધી ચડાવી લ્યો.
- ત્યારબાદ તેમાં બાફેલા બટેટા ને મેસ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ધીમા તાપે એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાંધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે ગેસ બંધ કરી દયો અને ફિલીંગ ને ઠંડું થવા માટે રાખી દયો.
બાજરા ના લોટ ની કટલેટ
- બાજરા ના લોટ ની કટલેટ બનાવવા માટે સૌથી પહેલાં ગુંથી ને રાખેલ લોટ ને ફરી થી એક વાર ગુંથીલ્યો. હવે તેમાંથીએક લુવો લ્યો. હવે તેને હાથ થી કટોરી નો સેપ આપો. હવે તેમાં એક ચમચી જેટલું ફિલીંગ નાખો. હવે તેને સરસથી કવર કરી લ્યો. અને હાથ થી થોડું પ્રેસ કરી ને ટિક્કી નો સેપઆપો. આવી રીતે બધી ટિક્કી બનાવી ને તૈયાર કરી લ્યો.
- હવેગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બનાવી નેરાખેલી ટિક્કી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવેત્યાં સુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બધી ટિક્કી તળી ને તૈયાર કરી લ્યો.
- તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી બાજરા ના લોટ ની કટલેટ. હવે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ બાજરા ના લોટ ની કટલેટ ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
આમળા ના ગટાગટ બનાવવાની રીત | Aamla na gtaagat banavani rit | Aamla gtaagat recipe in gujarati
ડુંગળી ના સમોસા બનાવવાની રીત | dungri na samosa banavani rit | dungri na samosa recipe gujarati