આ પરોઠા સવાર ના નાસ્તામાં તથા બાળકો ને ટિફિન માં કે પ્રવાસ લઈ જઈ શકો છો. આ Bajra methi na aloo parotha – બાજરી મેથી ના આલું પરોઠા જેટલા ટેસ્ટી બને છે એટલા જ સ્વાદિષ્ટ લાગે છે જેને ચા, ચટણી કે અથાણાં સાથે સર્વ કરી શકાય છે.
Ingredients list
- બાજરા નો લોટ 1 ½ કપ
- ઘઉંનો લોટ ¼ કપ
- બાફેલા બટાકા 2-3
- ઝીણી સમારેલી મેથી 1 કપ
- આદુ મરચાની પેસ્ટ 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- સફેદ તલ 1-2 ચમચી
- અજમો ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- ચાર્ટ મસાલો 1 ચમચી
- સંચળ ½ ચમચી
- ઘી / તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Bajra methi na aloo parotha banavani rit
બાજરી મેથી ના આલું પરોઠા બનાવવા સૌપ્રથમ આપણે કથરોટ માં બાજરા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ધોઇ સાફ કરેલી ઝીણી સુધારેલી મેથી અને લીલા ધાણા સુધારેલા, બાફેલા બટાકા ને છીણી ને નાખો, સાથે આદુ મરચાની પેસ્ટ, અજમો મસળી ને નાખો.
હવે એમાં સફેદ તલ, લાલ મરચાનો પાઉડર, હળદર, સંચળ, ચાર્ટ મસાલો, ધાણા જીરું પાઉડર, એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી હાથ થી મસળી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધો અને ત્યાર બાદ એક ચમચી તેલ નાખી મસળી લોટ ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ મેથી લુવો લઈ કોરા લોટ ની મદદ થી પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠા ને તવી પર નાખી મિડીયમ તાપે બને બાજુ થોડો શેકી લ્યો,
ત્યાર બાદ તેલ કે ઘી લગાવી પરોઠા ને ગોલ્ડન શેકી લેવો અને પરોઠા ને બરોબર શેકી લીધા બાદ ઉતારી લ્યો. આમ બધા પરોઠા ને વણી શેકી ને તૈયાર કરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે બાજરી મેથી ના આલું પરોઠા.
Parotha recipe notes
- જો તમે બાજરા ના લોટ થી જ પરોઠા બનાવી શકો તો ઘઉંનો લોટ ના નાખવો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બાજરી મેથી ના આલું પરોઠા બનાવવાની રીત
Bajra methi na aloo parotha banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 તવી
- 1 પાટલો વેલણ
Ingredients
Ingredients list
- 1 ½ કપ બાજરા નો લોટ
- ¼ કપ ઘઉંનો લોટ
- 2-3 બાફેલા બટાકા
- 1 કપ ઝીણી સમારેલી મેથી
- 1-2 ચમચી આદુ મરચાની પેસ્ટ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1-2 ચમચી સફેદ તલ
- ½ ચમચી અજમો
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- 1 ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી સંચળ
- ઘી / તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Bajra methi na aloo parotha banavani rit
- બાજરી મેથી ના આલું પરોઠા બનાવવા સૌપ્રથમ આપણે કથરોટ માં બાજરા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ધોઇ સાફ કરેલી ઝીણી સુધારેલી મેથી અને લીલા ધાણા સુધારેલા, બાફેલા બટાકા ને છીણી ને નાખો, સાથે આદુ મરચાની પેસ્ટ, અજમો મસળી ને નાખો.
- હવે એમાં સફેદ તલ, લાલ મરચાનો પાઉડર, હળદર, સંચળ, ચાર્ટ મસાલો, ધાણા જીરું પાઉડર, એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી હાથ થી મસળી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધો અને ત્યાર બાદ એક ચમચી તેલ નાખી મસળી લોટ ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ મેથી લુવો લઈ કોરા લોટ ની મદદ થી પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠા ને તવી પર નાખી મિડીયમ તાપે બને બાજુ થોડો શેકી લ્યો,
- ત્યાર બાદ તેલ કે ઘી લગાવી પરોઠા ને ગોલ્ડન શેકી લેવો અને પરોઠા ને બરોબર શેકી લીધા બાદ ઉતારી લ્યો. આમ બધા પરોઠા ને વણી શેકી ને તૈયાર કરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે બાજરી મેથી ના આલું પરોઠા.
Parotha recipe notes
- જો તમે બાજરા ના લોટ થી જ પરોઠા બનાવી શકો તો ઘઉંનો લોટ ના નાખવો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Raja rani parotha banavani rit | રાજા રાણી પરોઠા બનાવવાની રીત
Pauva vada recipe | પૌવા વડા બનાવવાની રીત
Lila marcha na ring bhajiya recipe | લીલા મરચાના રીંગ ભજીયા
Besan Toast banavani rit | બેસન ટોસ્ટ બનાવવાની રીત
Bajra na lot ni cutlet banavani rit | બાજરા ના લોટ ની કટલેટ બનાવવાની રીત