જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા બનાવવાની રીત – batata ane ghau na lot na namk para banavani rit શીખીશું, If you like the recipe do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે એકદમ ખસ્તા બને છે. માર્કેટ માં મળતા નમક પારા કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ નમક પારા ને એકવાર બનાવ્યા પછી તમે તેને સ્ટોર કરી ને રાખી શકો છો. સવારે કે સાંજે ચાય સાથે કે ક્યારેય પણ ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ઘઉં નો લોટ અને બાફેલા બટેટા ના નમક પારા બનાવતા શીખીએ.
બાફેલા બટેટા ના નમક પારા બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 2 ચમચી
- જીરું ½ ચમચી
- અજમો ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- આદુ અને લીલાં મરચાં ની પેસ્ટ 1 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી
- પાણી ¼ કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- મારી પાવડર ½ ચમચી
- ઘઉં નો લોટ 1 કપ
- સોજી 2 ચમચી
- બાફેલા બટેટા 2
બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા
બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અજમો અને સફેદ તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં આદુ અને મરચાં ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને અડધી થી એક મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં કસૂરી મેથી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ધાણા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ઘઉં નો લોટ અને સોજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી ને ઠંડું થવા માટે રાખી દયો.
મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં બાફેલા બટેટા ને ગ્રેટ કરી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો.
ત્યારબાદ તેનો લુવો બનાવી ને તેને ઓવેલ સેપ માં વણી લ્યો. રોટલી કરતા થોડું થીક વણવું. ત્યાર બાદ તેના ઊભા અડધા ઇંચ ના ગેપ માં ચાકુ ની મદદ થી કટ લગાવી લ્યો. ત્યાર બાદ દોઢ થી બે ઇંચ ના ગેપ માં આડા કટ લગાવી લ્યો. હવે એક સ્ટીક ના સેપ માં આપણે નમક પારા મળી જાસે. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે નમક પારા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉં ના લોટ ના અને બાફેલા બટેટા ના નમક પારા. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ટેસ્ટી નમક પારા ખાવાનો આનંદ માણો.
namk para recipe notes
- તેલ ની જગ્યા એ તમે ઘી નો ઉપયોગ કરી ને વઘાર કરી શકો છો.
batata ane ghau na lot na namk para banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ghau na lot na namk para recipe in gujarati
બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા | Bafela batata ane ghau na lot na namk para
Equipment
- 1 કડાઈ
Ingredients
બાફેલા બટેટા ના નમક પારા બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી તેલ 2
- ½ ચમચી જીરું
- ½ ચમચી અજમો
- 1 ચમચી સફેદતલ
- 1 ચમચી આદુ અને લીલાં મરચાં ની પેસ્ટ
- 1 ચમચી કસૂરી મેથી
- 1 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- ¼ કપ પાણી
- સ્વાદ પ્રમાણે મીઠું
- ½ ચમચી મારી પાવડર
- 1 કપ ઘઉંનો લોટ 1
- 2 ચમચી સોજી
- 2 બાફેલા બટેટા
Instructions
બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા | Bafela batata ane ghau na lot na namk para
- બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અજમો અને સફેદ તલનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં આદુ અને મરચાં ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને અડધી થી એક મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં કસૂરી મેથી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ધાણા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંસ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
- તેમાં ઘઉં નો લોટ અને સોજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદતેને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદતેને એક બાઉલ માં કાઢી ને ઠંડું થવા માટે રાખી દયો.
- મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં બાફેલા બટેટા ને ગ્રેટ કરી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો.
- ત્યારબાદ તેનો લુવો બનાવી ને તેને ઓવેલ સેપ માં વણી લ્યો. રોટલી કરતા થોડું થીક વણવું. ત્યાર બાદ તેના ઊભા અડધા ઇંચ ના ગેપ માં ચાકુ ની મદદ થી કટ લગાવી લ્યો.ત્યાર બાદ દોઢ થી બે ઇંચ ના ગેપ માં આડા કટ લગાવી લ્યો. હવે એક સ્ટીક ના સેપ માં આપણે નમક પારા મળી જાસે. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેનમક પારા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉં ના લોટ ના અને બાફેલા બટેટા ના નમક પારા. હવે તેને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ટેસ્ટીનમક પારા ખાવાનો આનંદ માણો.
namk para recipe notes
- તેલની જગ્યા એ તમે ઘી નો ઉપયોગ કરી ને વઘાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત | Chokha na lot nu khichu banavani rit
પાનકી બનાવવાની રીત | panki banavani rit | panki recipe in gujarati
રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe
પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe gujarati