બદામ ખાવા ના ઘણા ફાયદા છે જેમ કે તેનાથી યાદશક્તિ વધે છે, તે આપણ ને ખુબ જ શક્તિ આપે છે અને શરીર માં સ્ફૂર્તિ લાવે છે. માટે આપણે નાના બાળકો ને પણ બદામ ખવડાવવાનું વધારે પસંદ કરીએ છીએ. જો રાત્રે નીંદ બરાબર ન થતી હોય તો તેના માટે આ શેક નો ઉપયોગ કરી શકાય છે. રાત્રે બદામ શેક પીવાથી ઊંઘ ખુબ જ સારી આવે છે. તો ચાલો મિત્રો, હવે જોઈએ બદામ શેક બનાવવાની રીત , Badam milkshake recipe in Gujarati
બદામ શેક બનાવવા જરૂરી સામગ્રી
- ૨૫ થી ૩૦ પલાળેલા બદામ પલાળી ને પીસી લીધેલા બદામ
- ૧૫૦ ગ્રામ ખાંડ
- પા ચમચી કેસર
- ૨ ચમચી કસ્ટર્ડ પાવડર
- ૨ ચમચી બદામ
- ૧ લીટર દૂધ
- ૨ ચમચી કાજુ
- ૨ ચમચી પીસ્તા
- ૧ ચમચી એલચી પાવડર
Badam milkshake recipe in Gujarati
સૌ પ્રથમ એક તપેલી માં દૂધ ગરમ કરવા મુકવું, બીજી બાજુ આપણે જે પલાળેલા બદામ લીધા છે તેના છીલકા કાઢી તેની પેસ્ટ બનાવી લેવી.
હવે ગરમ દૂધ માં કેસર અને ખાંડ નાખી તેને ઉકળવા દેવું , ત્યારબાદ દોઢ કપ જેટલું ઠંડું દૂધ લઇ તેમાં બે ચમચી કસ્ટર્ડ પાવડર નાખી મિક્સ કરવું.
હવે એ ઠંડા દૂધ ને ઉકળતા ગરમ દૂધ માં થોડું થોડું કરી ને નાખતા જવું ને દૂધ ને હલાવતા રેવું. ગેસ ની આંચ ધીમી રાખવી. ત્યારબાદ બદામ ની પેસ્ટ દૂધ માં નાખી હલાવી લેવું, તેમજ તેમાં થોડા ડ્રાયફ્રૂટ ના ટુકડા નાખવા.
લાસ્ટ માં તેમાં અડધી ચમચી એલચી પાવડર નાખવું અને થોડીવાર ઉકળવા દેવું.
હવે તેને ઠંડુ થવા દેવું અને ઠંડું થાય ગયા બાદ તેને ગ્લાસ માં નાખી ઉપર થી થોડા ડ્રાયફ્રૂટ ના ટુકડા થી સજાવી સર્વ કરવું.
બદામ શેક બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TheVegHouse ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બદામ શેક બનાવવાની રીત | badam milk shake recipe in Gujarati
Ingredients
બદામ શેક બનાવવા જરૂરી સામગ્રી
- ૨૫ થી ૩૦ પલાળેલા બદામ પલાળી ને પીસી લીધેલા બદામ
- ૧૫૦ ગ્રામ ખાંડ
- પા ચમચી કેસર
- ૧ લીટર દૂધ
- ૨ ચમચી કસ્ટર્ડ પાવડર
- ૨ ચમચી બદામ
- ૨ ચમચી કાજુ
- ૨ ચમચી પીસ્તા
- ૧ ચમચી એલચી પાવડર
Instructions
બદામ શેક બનાવવાની રીત – badam milk shake recipe in Gujarati
- સૌપ્રથમ એક તપેલી માં દૂધ ગરમ કરવા મુકવું, બીજી બાજુ આપણે જે પલાળેલા બદામ લીધા છેતેના છીલકા કાઢી તેની પેસ્ટ બનાવી લેવી.
- હવે ગરમ દૂધ માં કેસર અને ખાંડ નાખી તેને ઉકળવા દેવું
- ત્યા રબાદ દોઢ કપ જેટલું ઠંડું દૂધ લઇ તેમાં બે ચમચી કસ્ટર્ડ પાવડર નાખી મિક્સ કરવું.
- હવે એ ઠંડા દૂધ ને ઉકળતા ગરમ દૂધ માં થોડું થોડું કરી ને નાખતા જવું ને દૂધ નેહલાવતા રેવું. ગેસ ની આંચ ધીમી રાખવી,ત્યારબાદ બદામ ની પેસ્ટ દૂધ માં નાખી હલાવી લેવું, તેમજ તેમાં થોડા ડ્રાયફ્રૂટના ટુકડા નાખવા
- લાસ્ટમાં તેમાં અડધી ચમચી એલચી પાવડર નાખવું અને થોડીવાર ઉકળવા દેવું.
- હવે તેને ઠંડુ થવા દેવું અને ઠંડું થાય ગયા બાદ તેને ગ્લાસ માં નાખી ઉપર થી થોડા ડ્રાયફ્રૂટ ના ટુકડા થી સજાવી સર્વ કરવું
Notes
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
આમ પન્ના બનાવવાની રીત | Aam panna recipe in Gujarati
ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati