અત્યાર સુંધી આપણે ઘણી પ્રકારની નૂડલ્સ બનાવી ને અથવા બહાર થી મંગાવીને જમ્યા હસો પણ જ્યારે પણ ખાતા હસો ત્યારે ઓછી ખાવાની ઈચ્છા રાખતા હસો તો આજ ની આ નૂડલ્સ બનાવી ને તમે પણ પેટ ભરી ને ખાસો અને બાળકો ને પણ ખવડાવશો. આ નૂડલ્સ બાળકો ગમે તેટલી ખાસ તો પણ તમને એમને રોકવા નહિ પડે અને તમે પણ ખુશ થઈને એમને ખવડાવશો. તો ચાલો Bacheli rotli na noodles banavani rit શીખીએ.
બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવા જરૂરી સામગ્રી
- રોટલી 4-5
- પાનકોબી સુધારેલ 1 કપ
- લાંબી સુધારેલ ડુંગળી 1
- લાંબા સુધારેલ ગાજર ½ કપ
- લસણની પેસ્ટ 1 ચમચી
- તેલ 2-3 ચમચી
- ટમેટા સોસ 2 ચમચી
- સોયા સોસ 1 ચમચી
- રેડ ચીલી સોસ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Bacheli rotli na noodles banavani rit
બચેલી રોટલી માંથી નૂડલ્સ બનાવવા સૌપ્રથમ બચેલી રોટલી ને ગોળ ગોળ કરી ને રોલ બનાવી લ્યો ત્યાર બાદ ચાકુથી નુડલ્સ આકાર માં કાપી લ્યો કાપેલી રોટલી ના કટકા ને એક વાસણમાં કાઢી લ્યો આમ બે બે કે ત્રણ ત્રણ રોટલી ના રોલ બનાવી લ્યો અને કાપી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની પેસ્ટ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો. ડુંગળી થોડી શેકી લીધા બાદ એમાં ગાજર અને કેપ્સીકમ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ને મિનિટ શેકી લ્યો.
હવે એમાં સુધારેલ પાનકોબી નાખો અને બરોબર મિક્સ કરી શેકી લ્યો બધા શાક બરોબર શેકી લીધા બાદ એમાં ચીલી સોસ, ટમેટા સોસ અને સોયા સોસ નાખી મિક્સ કરી લ્યો,
ત્યાં બાદ એમાં રોટલી ના નૂડલ્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરી લ્યો બચેલી રોટલી માંથી નૂડલ્સ.
rotli na noodles recipe NOTES
- નૂડલ્સ માં સોસ અને મસાલા નાખી ને તૈયાર કરી લ્યો.
- તમે રોટલી ના કટકા કરી લ્યો ત્યાર બાદ થોડી વાર કડાઈમાં શેકી લેશો તો નૂડલ્સ વધારે ટેસ્ટી લાગશે.
બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવાની રીત
Bacheli rotli na noodles banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવા જરૂરી સામગ્રી
- 4-5 રોટલી
- 1 કપ પાનકોબી સુધારેલ
- 1 લાંબી સુધારેલ ડુંગળી
- ½ કપ લાંબા સુધારેલ ગાજર
- 1 ચમચી લસણની પેસ્ટ
- 2-3 ચમચી તેલ
- 2 ચમચી ટમેટા સોસ
- 1 ચમચી સોયા સોસ
- 1 ચમચી રેડ ચીલી સોસ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Bacheli rotli na noodles
- બચેલી રોટલી માંથી નૂડલ્સ બનાવવા સૌપ્રથમ બચેલી રોટલી નેગોળ ગોળ કરી ને રોલ બનાવી લ્યો ત્યાર બાદ ચાકુથી નુડલ્સ આકાર માં કાપી લ્યો કાપેલીરોટલી ના કટકા ને એક વાસણમાં કાઢી લ્યો આમ બે બે કે ત્રણ ત્રણ રોટલી ના રોલ બનાવી લ્યો અને કાપી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલેએમાં લસણ ની પેસ્ટ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખીમિક્સ કરી શેકી લ્યો. ડુંગળી થોડી શેકી લીધા બાદ એમાં ગાજર અને કેપ્સીકમ નાખી ને બરોબર મિક્સ કરીલ્યો અને ને મિનિટ શેકી લ્યો.
- હવે એમાં સુધારેલ પાનકોબી નાખો અને બરોબર મિક્સ કરી શેકીલ્યો બધા શાક બરોબર શેકી લીધા બાદ એમાં ચીલી સોસ, ટમેટા સોસ અને સોયા સોસ નાખી મિક્સ કરીલ્યો,
- ત્યાં બાદ એમાં રોટલી ના નૂડલ્સ અને સ્વાદ મુજબ મીઠું નાખીબરોબર મિક્સ કરી કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમસર્વ કરી લ્યો બચેલી રોટલી માંથી નૂડલ્સ.
rotli na noodles recipe NOTES
- નૂડલ્સ માં સોસ અને મસાલા નાખી ને તૈયાર કરી લ્યો.
- તમે રોટલી ના કટકા કરી લ્યો ત્યાર બાદ થોડી વાર કડાઈમાંશેકી લેશો તો નૂડલ્સ વધારે ટેસ્ટી લાગશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
કોરિયન વેજિટેબલ પેનકેક | Korean Vegetable Pancake
મુગલાઈ પરોઠા બનાવવાની રીત | mughlai paratha banavani rit
રસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit
પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit