કેમ છો મિત્રો આજે આપણે બચેલી રોટલી ના લાડુ બનાવવાની રીત – bacheli rotli na ladu શીખીશું. ઘણી વખત રોટલી ઘણી બધી બચી જતી હોય છે , If you like the recipe do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube , ત્યારે એક ની એક એક વઘારી ને ખાઈ ને કંટાળી ગયા હો તો આજ એમાંથી આપણે ગોળ વાળા લાડુ બનાવવાની રીત શીખીએ જે ખાવા માં સોફ્ટ લાગે અને બનાવવા ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે તો ચાલો આજે bacheli rotli na ladoo recipe in gujarati શીખીએ.
બચેલી રોટલી ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- મિલ્ક પાઉડર 2 ચમચી
- બચેલી રોટલી 7-8 ના કટકા
- છીણેલો ગોળ ⅓ કપ
- નારિયળ નું છીણ ¼ કપ
- ઘી 8-10 ચમચી
- કીસમીસ 2 ચમચી
- જાયફળ 1 ચપટી
- કાજુ, બદામ, પીસ્તા ની કતરણ 3-4 ચમચી
બચેલી રોટલી ના લાડુ બનાવવાની રીત
બચેલી રોટલી ના લાડવા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં બચેલી રોટલી ના કટકા નાખી પીસી લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈ માં પીસેલી રોટલી નાખી ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો પીસેલી રોટલી થોડી શેકાઈ જાય ત્યાર બાદ એક બે ચમચી ઘી નાખી ને ગોલ્ડન શેકી લ્યો.
રોટલી થોડી શેકાઈ જાય એટલે એમાં નારિયળ નું છીણ નાખી ફરી બે મિનિટ શેકી લ્યો. રોટલી અને નારિયળ નું છીણ સુકાઈ જાય પછી ગેસ બંધ કરી નાખો. ત્યાર બાદ કાજુ, બદામ, પીસ્તા ની કતરણ, કીસમીસ, જાયફળ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો થવા દયો.
રોટલી નું મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ગોળ નાખી ને મિક્સ કરી ધીમા તાપે પીગળે ત્યાં સુંધી ગરમ કરી નાખો.
ગોળ પીગળી જાય એટલે ગેસ બંધ કરી એમાં શેકી રાખેલ રોટલી નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડા ઠંડા થવા દયો લાડવા નું મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે એમાંથી લાડવા બનાવી તૈયાર કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો બચેલી રોટલી ના લાડુ નો.
bacheli rotli na ladu banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bacheli rotli na ladoo recipe in gujarati
બચેલી રોટલી ના લાડુ | bacheli rotli na ladu | bacheli rotli na ladoo recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
બચેલી રોટલી ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી મિલ્ક પાઉડર
- 7-8 બચેલી રોટલીના કટકા
- ⅓ કપ છીણેલો ગોળ
- ¼ કપ નારિયળ નું છીણ
- 8-10 ચમચી ઘી
- 2 ચમચી કીસમીસ
- 1 ચપટી જાયફળ
- 3-4 ચમચી કાજુ, બદામ, પીસ્તા ની કતરણ
Instructions
બચેલી રોટલી ના લાડુ | bacheli rotli na ladu
- બચેલી રોટલી ના લાડવા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં બચેલી રોટલી ના કટકા નાખી પીસી લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈ માં પીસેલી રોટલી નાખી ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકીલ્યો પીસેલી રોટલી થોડી શેકાઈ જાય ત્યાર બાદ એક બે ચમચી ઘી નાખી ને ગોલ્ડન શેકી લ્યો.
- રોટલી થોડી શેકાઈ જાય એટલે એમાં નારિયળ નું છીણ નાખી ફરી બે મિનિટ શેકી લ્યો. રોટલી અને નારિયળ નું છીણ સુકાઈજાય પછી ગેસ બંધ કરી નાખો. ત્યાર બાદ કાજુ, બદામ, પીસ્તા ની કતરણ, કીસમીસ,જાયફળ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો થવા દયો.
- રોટલી નું મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમકરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ગોળ નાખી ને મિક્સ કરી ધીમા તાપે પીગળે ત્યાં સુંધીગરમ કરી નાખો.
- ગોળ પીગળી જાય એટલે ગેસ બંધ કરી એમાં શેકી રાખેલ રોટલી નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડા ઠંડા થવા દયો લાડવા નું મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે એમાંથી લાડવા બનાવી તૈયાર કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો બચેલીરોટલી ના લાડુ નો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
કાચી કેરી નો આમ પાપડ | Kachi keri no aam papad
મેંગો શ્રીખંડ | mango shrikhand gujarati recipe | mango shrikhand recipe in gujarati
ઠંડાઈ ચોકલેટ બનાવવાની રીત | Thandai chocolate banavani rit
આંબા ફુદીના નું રાયતું | Amba fudina nu raitu | Mango Mint Raita recipe in gujarati
આંબા નો આઈસ્ક્રીમ | મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | mango ice cream banavani rit