આજે આપણે બચેલી રોટલી માંથી પાત્રા બનાવવાની રીત શીખીશું. ક્યારે ઘરમાં રોટલીઓ બચી જાય છે ત્યારે શું બનાવું એ પ્રશ્ન થાય છે ત્યારે આ રીતે પાત્રા માટેના મિશ્રણ ને તૈયાર કરી બચેલી રોટલી પર લગાવી ને રોલ કરી બાફી અને તરી / શેકી ને તમે ક્રિસ્પી નાસ્તો બનાવી શકો છો કે બાળકો અને મોટા બધાને પસંદ આવશે અને બીજી વખત જાણી જોઈ ને રોટલી વધારે કરી આ નાસ્તો બનાવવા કહેશે. તો ચાલો Bacheli rotli mathi patra banavani rit શીખીએ.
રોટલી માંથી પાત્રા બનાવવા જરૂરી સામગ્રી
- બચેલી રોટલી 4-5
- બેસન 1 કપ
- ચોખા નો લોટ 2-3 ચમચી
- લીલા આદુ અને લસણની પેસ્ટ 1-2 ચમચી ( જો લસણ ના ખાતા હો તો ના નાખવું)
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- પીસેલી ખાંડ 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- પાલક સુધારેલ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર પ્રમાણે
Bacheli rotli mathi patra banavani rit
બચેલી રોટલી માંથી પાત્રા બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં બેસન અને ચોખા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ધોઇ સાફ કરેલી ઝીણી સુધારેલી પાલક નાખો સાથે લીલા ધાણા સુધારેલા, આદુ, મરચા અને લસણની પેસ્ટ, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, સફેદ તલ, હિંગ, પીસેલી ખાંડ, લીંબુ નો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે મિશ્રણ માં થોડું થોડું પાણી નાખી મિડીયમ ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો અને ચારણી માં તેલ લગાવી એક બાજુ મૂકો.
બચેલી રોટલી લ્યો એના પર તૈયાર કરેલ બેસન નું મિશ્રણ ની પાતળું પળ થાય એમ એક સરખું ફેલાવી લ્યો અને એક બાજુથી વચ્ચે જગ્યા ના રહે એમ રોલ બનાવી લ્યો અને ચારણી માં મૂકો.
આમ બધી રોટલી પર મિશ્રણ લગાવી ને રોલ બનાવી ચારણીમાં મૂકતા જાઓ. હવે ચારણી ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને પંદર મિનિટ બાફી લ્યો. પંદર મિનિટ પછી ચારણી ને બહાર કાઢી ને રોલ ને ઠંડા થવા દયો. રોલ ઠંડા થાય એટલે ચાકુથી રોલ નં કટકા કરી લ્યો અને કટકા ને એક પ્લેટ માં મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ રોટલી ના પાત્રા નાખી ફૂલ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને પાત્રા ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લ્યો આમ બધા પાત્રા ને તરી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો બચેલી રોટલી માંથી પાત્રા.
patra recipe notes
- અહી તમે તૈયાર કરેલ પાત્રા ને તેલ માં તરવા ની જગ્યાએ ઓછા તેલ માં શેકી પણ શકો છો અને ઓવેન માં બેક કરી ને પણ ક્રિસ્પી કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બચેલી રોટલી માંથી પાત્રા બનાવવાની રીત
Bacheli rotli mathi patra banavani rit
Equipment
- 1 ઢોકારિયું
- 1 ચારણી
- 1 કડાઈ
Ingredients
રોટલી માંથી પાત્રા બનાવવા જરૂરી સામગ્રી
- 4-5 બચેલી રોટલી
- 1 કપ બેસન
- 2-3 ચમચી ચોખા નો લોટ
- 1-2 ચમચી લીલા આદુ અને લસણની પેસ્ટ , જો લસણ ના ખાતા હો તો ના નાખવું
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી પીસેલી ખાંડ
- 1 ચમચી લીંબુનો રસ
- 2 ચમચી સફેદ તલ
- ¼ ચમચી હિંગ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 કપ પાલક સુધારેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર પ્રમાણે
Instructions
Bacheli rotli mathi patra banavani rit
- બચેલી રોટલી માંથી પાત્રા બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં બેસન અને ચોખા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ધોઇ સાફ કરેલી ઝીણી સુધારેલી પાલક નાખો સાથે લીલા ધાણા સુધારેલા, આદુ, મરચા અને લસણની પેસ્ટ, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, સફેદ તલ, હિંગ, પીસેલી ખાંડ, લીંબુ નો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે મિશ્રણ માં થોડું થોડું પાણી નાખી મિડીયમ ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો અને ચારણી માં તેલ લગાવી એક બાજુ મૂકો.
- બચેલી રોટલી લ્યો એના પર તૈયાર કરેલ બેસન નું મિશ્રણ ની પાતળું પળ થાય એમ એક સરખું ફેલાવી લ્યો અને એક બાજુથી વચ્ચે જગ્યા ના રહે એમ રોલ બનાવી લ્યો અને ચારણી માં મૂકો.
- આમ બધી રોટલી પર મિશ્રણ લગાવી ને રોલ બનાવી ચારણીમાં મૂકતા જાઓ. હવે ચારણી ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને પંદર મિનિટ બાફી લ્યો. પંદર મિનિટ પછી ચારણી ને બહાર કાઢી ને રોલ ને ઠંડા થવા દયો. રોલ ઠંડા થાય એટલે ચાકુથી રોલ નં કટકા કરી લ્યો અને કટકા ને એક પ્લેટ માં મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ રોટલી ના પાત્રા નાખી ફૂલ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને પાત્રા ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લ્યો આમ બધા પાત્રા ને તરી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો બચેલી રોટલી માંથી પાત્રા.
patra recipe notes
- અહી તમે તૈયાર કરેલ પાત્રા ને તેલ માં તરવા ની જગ્યાએ ઓછા તેલ માં શેકી પણ શકો છો અને ઓવેન માં બેક કરી ને પણ ક્રિસ્પી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Juvar methi na thepla recipe | જુવાર મેથી ના થેપલા બનાવવાની રીત
સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત | sev dungri nu shaak banavani rit
તુરીયા નું શાક બનાવવાની રીત | ગીસોડા નું શાક બનાવવાની રીત | turiya nu shaak banavani rit
તવા પુલાવ બનાવવાની રીત | tawa pulao recipe in gujarati
લીલા મરચાનું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu banavani rit