નમસ્તે મિત્રો આજે આપણે બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત – Bacheli dal na parotha banavani rit શીખીશું, If you like the recipe do subscribe Indian Food Made Easy YouTube channel on YouTube , આ પરોઠા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ક્યારેક બપોરે કે રાત્રે જમવા માં દાળ બનાવી હોય ને વધુ બની ગઈ હોય અથવા બચી ગઈ હોય તો એને આ રીતે એજ દિવસે અથવા બીજા દિવસે પરોઠા બનાવી ને વાપરી શકો છો તો ચાલો Leftover daal paratha recipe in gujarati શીખીએ.
બચેલી દાળ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ 1 કપ
- બચેલી દાળ 1 કપ
- બેસન ¼ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- લીલા મરચાં સુધારેલ 1-2
- અજમો ¼ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત | Bacheli dal na parotha banavani rit
બચેલી દાળ ના પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન નાખો સાથે હાથ થી મસળી ને અજમો, આમચૂર પાઉડર, હળદર, ગરમ મસાલો, લીલા મરચાં સુધારેલ, લીલા ધાણા સુધારેલા, ઝીણી સુધારેલી ડુંગળી, મીઠું સ્વાદ અનુસાર ( દાળ માં મીઠું હશે એટલે એ મુજબ મીઠું નાખવું ).
હવે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં બે ચમચી તેલ અને બચેલી દાળ ( અહી દાળ જે તમારી બચી હોય એ ગમે તે હોય એ નાખી શકો છો ) નાખી બરોબર મિક્સ કરી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો જો દાળ ઓછી પડે તો પાણી નાખી ને લોટ બાંધી લેવો.
બાંધેલા લોટ ને દસ મિનિટ ઢાંકી મુકો દસ મિનિટ પછી એક ચમચી તેલ નાખી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને એક લુવો લઈ કોરા લોટ ની મદદ થી થોડો વણી લ્યો ને ત્યાર બાદ પા ચમચી તેલ લગાવી ત્રિકોણ કે ચોરસ ફોલ્ડ કરી લ્યો ને ફરીથી કોરા લોટ વડે વણી લ્યો.
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખો ને બને બાજુ થોડો શેકી લ્યો,
ત્યાર બાદ તેલ લગાવી ને બને બાજુ તવિથા થી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો અને દહી , અથાણાં કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે બચેલી દાળ ના પરોઠા.
Leftover daal paratha recipe in gujarati notes
અહી તમે ઘરમાં બચેલી કોઈ પણ દાળ માંથી આ પરોઠા બનાવી શકો છો.
જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
Bacheli dal na parotha banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Indian Food Made Easy ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Leftover daal paratha recipe in gujarati
બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત | Bacheli dal na parotha banavani rit | Leftover daal paratha recipe in gujarati
Equipment
- 1 તવી
Ingredients
બચેલી દાળ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ બચેલી દાળ
- 1 કપ ઘઉંનો લોટ
- ¼ કપ બેસન
- 1 ઝીણીસુધારેલી ડુંગળી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1-2 લીલા મરચાં સુધારેલ
- ¼ ચમચી અજમો
- ½ ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી ગરમ મસાલો
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણીજરૂર મુજબ
Instructions
બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત | Bacheli dal na parotha banavani rit | Leftover daal paratha recipe in gujarati
- બચેલી દાળ ના પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન નાખો સાથે હાથ થી મસળીને અજમો, આમચૂર પાઉડર,હળદર, ગરમ મસાલો, લીલા મરચાંસુધારેલ, લીલા ધાણા સુધારેલા, ઝીણી સુધારેલીડુંગળી, મીઠું સ્વાદ અનુસાર ( દાળ માં મીઠુંહશે એટલે એ મુજબ મીઠું નાખવું ).
- હવે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં બે ચમચી તેલ અને બચેલી દાળ ( અહી દાળ જે તમારી બચી હોય એ ગમે તે હોય એનાખી શકો છો ) નાખી બરોબર મિક્સ કરી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યોજો દાળ ઓછી પડે તો પાણી નાખી ને લોટ બાંધી લેવો.
- બાંધેલા લોટ ને દસ મિનિટ ઢાંકી મુકો દસ મિનિટ પછી એક ચમચી તેલ નાખી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને એક લુવો લઈ કોરા લોટ ની મદદ થી થોડો વણી લ્યો ને ત્યાર બાદ પા ચમચી તેલ લગાવી ત્રિકોણ કે ચોરસ ફોલ્ડ કરી લ્યો ને ફરીથી કોરા લોટ વડે વણી લ્યો.
- હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખો ને બને બાજુ થોડો શેકી લ્યો,
- ત્યાર બાદ તેલ લગાવી ને બને બાજુ તવિથાથી દબાવી ને ગોલ્ડન શેકીલ્યો આમ એક એક પરોઠા ને વણી ને શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો અને દહી, અથાણાં કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે બચેલી દાળ ના પરોઠા.
Leftover daal paratha recipe in gujarati notes
- અહી તમે ઘરમાં બચેલી કોઈ પણ દાળ માંથી આ પરોઠા બનાવી શકો છો.
- જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવાની રીત | Ghau na lot ni garlic knots banavani rit
ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.