નમસ્તે મિત્રો આજે આપણે સાઉથ ઈન્ડિયન વાનગી અપમ બનાવવાની રીત શીખીશું. અપમ આમ તો ઈડલી ના બેટ્ટર માંથી બનતા હોય છે પણ ક્યારેક ઈડલી નું મિશ્રણ બનવવા નો ટાઇમ ન હોય ને અપમ ખાવા નું મન થાય તો સોજી માંથી બસ 10-15 મિનિટ માં ઇન્સ્ટન્ટ મિશ્રણ બનાવી ને તૈયાર કરી શકો છો સવાર નો કે સાંજ નો હલકો ફૂલકો ને ટેસ્ટી નાસ્તો જે તમારી પસંદ કે તમારા બાળકો ના મનપસંદ શાક નાખી અથવા તો કોઈ ઓચિંતા આવેલ મહેમાન ને ગરમ ગરમ નાસ્તો કરવો હોય તો પણ ખુબજ ઝડપથી બનાવી ને ખવરાવી શકો છો તો ચાલો બનાવતા શીખીએ અપ્પમ બનાવવાની રીત , અપમ બનાવવાની રીત , appam banavani recipe , appam banavani rit , appam recipe in gujarati.
અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી | appam banava jaruri samagri
- સોજી 2 કપ
- દહીં 1 કપ
- ડુંગરી જીની સુધારેલ 1 કપ
- કેપ્સીકમ ઝીણું સમારેલું ½ કપ
- ગાજર જીણું સમારેલું ½ કપ
- લીલા મરચાં સુધારેલ 2-3
- આદુ નું છીણ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 1-2 ચમચી
- રાઈ 1 ચમચી
- મીઠા લીમડા ના પાન 5-6
- જરૂર મુજબ પાણી
અપમ – અપ્પમ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- લીલા ધાણા સુધારેલ 1 કપ
- દડિયા ડાર /સિંગદાણા 3-4 ચમચી
- લીલા મરચા 2-3
- આમલી નો પ્લપ 1 ચમચી /લીંબુ રસ 1 ચમચી
- લીલું નારિયળ/સૂકું નારિયળ 3-4 કટકા
- મીઠું સ્વાદ મુજબ
Appam banavani rit | Appam recipe in gujarati
અપમ બનાવવા સૌપ્રથમ બધા શાકભાજીઓ ધોઈ બરોબર સાફ કરી લો , ત્યારબાદ ડુંગળી ની જીની સુધારી લો ,ત્યારબાદ ગાજરને છીણીને અથવા તો સાવ ઝીણા કટકા કરી લો ,ત્યારબાદ કેપ્સિકમની જીણા સુધારી લ્યો ત્યારબાદ લીલા મરચા ને જીણા સુધારી લો
હવે એક વાસણમાં સાફ કરેલી સોજી લ્યો ત્યાર બાદ એમાં દહીં નાખો ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગળી ઉમેરો ત્યારબાદ તેમાં સુધારેલ ગાજર , કેપ્સીકમ , સુધારેલા લીલા મરચા ને છીણેલું આદુ નાખો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં દોઢ કપ જેટલું પાણી નાખો અને મિશ્રણને બરોબર મિક્સ કરો , મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે ઢાંકણ ઢાંકી દસથી પંદર મિનિટ એક બાજુ મૂકી દો મિશ્રણ રેસ્ટ કરવા મૂકો ,મિશ્રણ રેસ્ટ ત્યાં સુધીમાં તેની સાથે પીરસવામાં આવતી ચટણી તૈયાર કરી લઈએ.
હવે વઘારીયા માં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો તેમજ ચપટી હિંગ નાખી ગેસ બંધ કરી નાખો ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરો
તૈયાર વઘાર ઠંડો થાય એટલે અપમ ના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરો , હવે અપમ મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરો , હવે ગેસ પર અપમ પાત્ર ગરમ કરવા મૂકો , તેમાં થોડું થોડું તેલ નાખી અપમ પાત્ર ને તેલ થી ગ્રીસ કરો ,
ત્યારબાદ તેમાં ચમચી વડે સોજી નું મિશ્રણ નાખો ત્યાર બાદ અપમપાત્ર ને ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ ચડવા દયો, ત્યારબાદ ટૂથ પિક થી કે ચમચી વડે બધા અપમ ને ફેરવી ને બીજી બાજુ ચડવા માટે ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ ગોલ્ડન થાય ત્યાં સુધી ચઢાવો
બને બાજુ ગોલ્ડન ચડી જાય એમ બધા જ અપમ તૈયાર કરો તૈયાર કરેલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે ગરમાગરમ પીરસો.
Appam recipe NOTES
- શાક તમને ગમતા નાખી શકો છો
- વટાણા ને મકાઈ ના દાણા નાખવા થી ખૂબ જ ટેસ્ટી લાગે છે
- સોડા ની જગ્યાએ ઇનો પણ વાપરી શકો છો
- વઘાર માં કાજુ ના ટુકડા નાખી શકો છો
અપ્પમ ની ચટણી બનાવવાની રીત
સૌપ્રથમ મિક્સર જારમાં સાફ કરી સુધારેલા લીલા ધાણા ,લીલા મરચાં ,દરિયા દાળ કે સિંગદાણા, નારિયેળ ના કટકા ,આમલીનો પલ્પ અથવા લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સરમાં પીસી ચટણી તૈયાર કરો તૈયાર ચટણી ને બાઉલમાં કાઢી લો
અપ્પમ બનાવવાની રીત | અપમ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Khana Manpasand ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Appam banavani recipe | અપ્પમ બનાવવાની રીત
અપ્પમ બનાવવાની રીત | અપમ બનાવવાની રીત | appam banavani recipe | appam banavani rit | appam recipe in gujarati
Equipment
- 1 અપ્પમ પાત્ર
Ingredients
અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી | appam banava jaruri samagri
- 2 કપ સોજી
- 1 કપ દહીં
- 1 કપ ડુંગરી જીણી સુધારેલ
- ½ કપ કેપ્સીકમ ઝીણું સમારેલું
- ½ કપ ગાજર જીણું સમારેલું
- 2-3 લીલા મરચાં સુધારેલ
- 1 ચમચી આદુનું છીણ
- સ્વાદ મુજબ મીઠું
- 1-2 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 5-6 મીઠા લીમડા ના પાન
- જરૂર મુજબ પાણી
અપમ – અપ્પમ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ લીલા ધાણા સુધારેલ 1 કપ
- 3-4 ચમચી દડિયા ડાર /સિંગદાણા3-4
- 2-3 ચમચી લીલા મરચા
- 1 ચમચી આમલી નો પ્લપ 1 ચમચી/લીંબુ રસ
- 3-4 લીલું નારિયળ/સૂકું નારિયળ કટકા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
અપ્પમ બનાવવાની રીત – અપમ બનાવવાની રીત – appam banavani recipe – appam banavani rit – appam recipe in gujarati
- અપમ બનાવવા સૌપ્રથમ બધા શાકભાજીઓ ધોઈ બરોબર સાફ કરી લો
- ત્યારબાદ ડુંગળી ની જીની સુધારી લો ,ત્યારબાદ ગાજરને છીણીને અથવા તો સાવ ઝીણા કટકા કરી લો ,ત્યારબાદ કેપ્સિકમની જીણા સુધારી લ્યો ત્યારબાદ લીલા મરચા ને જીણા સુધારી લો
- હવે એક વાસણમાં સાફ કરેલી સોજી લ્યો ત્યાર બાદ એમાં દહીં નાખો ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગળી ઉમેરો ત્યારબાદ તેમાં સુધારેલ ગાજર , કેપ્સીકમ, સુધારેલા લીલા મરચા ને છીણેલું આદુ નાખો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠુંનાખી બરોબર મિક્સ કરો
- ત્યારબાદ તેમાં દોઢ કપ જેટલું પાણી નાખો અને મિશ્રણને બરોબર મિક્સ કરો
- મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે ઢાંકણ ઢાંકી દસથી પંદર મિનિટ એક બાજુ મૂકી દો મિશ્રણ રેસ્ટ કરવા મૂકો
- મિશ્રણ રેસ્ટ ત્યાં સુધીમાં તેની સાથે પીરસવામાં આવતી ચટણી તૈયાર કરી લઈએ
- હવે વઘારીયા માં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો તેમજ ચપટી હિંગ નાખી ગેસ બંધ કરી નાખો ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરો
- તૈયાર વઘાર ઠંડો થાય એટલે અપમ ના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરો
- હવે અપમ મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરો
- હવે ગેસ પર અપમ પાત્ર ગરમ કરવા મૂકો
- ત્યારબાદ તેમાં ચમચી વડે સોજી નું મિશ્રણ નાખો ત્યાર બાદ અપમ પાત્ર ને ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ ચડવા દયો
- ત્યારબાદ ટૂથ પિક થી કે ચમચી વડે બધા અપમ ને ફેરવી ને બીજી બાજુ ચડવા માટે ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ ગોલ્ડન થાય ત્યાં સુધી ચઢાવો
- બને બાજુ ગોલ્ડન ચડી જાય એમ બધા જ અપમ તૈયાર કરો તૈયાર કરેલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે ગરમાગરમ પીરસો
અપ્પમની ચટણી બનાવવાની રીત
- સૌ પ્રથમ મિક્સર જારમાં સાફ કરી સુધારેલા લીલા ધાણા ,લીલા મરચાં ,દરિયા દાળ કે સિંગદાણા, નારિયેળ ના કટકા ,આમલીનો પલ્પ અથવા લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સરમાં પીસી ચટણી તૈયાર કરો તૈયાર ચટણી ને બાઉલમાં કાઢી લો
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ગોલી ઈડલી બનાવવાની રીત | goli idli recipe in gujarati | goli idli banavani rit
ઈડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit | idli sambar recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Yummy and easy recipe
yes must try and let us know how it test?
ખુબજ સરસ અને સરળ રેસિપી share કરવા બદલ ખુબ ખુબ આભાર
welcome..thank you for valuable feedback