નમસ્તે મિત્રો આજે આપણે અંજીર ખજૂર વેડમી બનાવવાની રીત – Anjeer Khajur Vedmi banavani rit શીખીશું , If you like the recipe do subscribe Vandita’s Kitchen YouTube channel on YouTube ,પારંપરિક વેડમી તો આપણે ચણા દાળ અથવા તુવેર દાળ ને બાફી ને તૈયાર કરેલા પુરણ માંથી બનાવતા હોઈએ છીએ પણ આજ આપણે થોડા અલગ પુરણ સાથે બનાવશું. જે વાર તહેવાર પર બનાવી ને મજા લઇ શકાય છે તો ચાલો Anjeer Khajur Vedmi recipe in gujarati શીખીએ.
અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ઘી જરૂર મુજબ
પુરણ બનાવવા માટેની સામગ્રી
- અંજીર 10-12
- ખજૂર 10-12
- એલચી પાઉડર ¼ ચમચી
- કાજુની કતરણ 2 ચમચી
- બદામ ની કતરણ 2 ચમચી
- પિસ્તા ની કતરણ 1-2 ચમચી
- ઘી જરૂર મુજબ
અંજીર ખજૂર વેડમી બનાવવાની રીત
આજ સૌપ્રથમ આપણે અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ પુરણ બનાવવાની રીત શીખીશું
અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવાની રીત
અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં થોડું મીઠું અને એક ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો. લોટ ને મસળી લીધા બાદ એમાં ફરી એક ચમચી ઘી નાખી લોટ ને મસળી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો.
પુરણ બનાવવાની રીત
પુરણ બનાવવા ખજૂર ના બીજ કાઢી કટકા કરી લ્યો ત્યાર બાદ અંજીર ને સાફ કરી એક વખત પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે કલાક ઠંડા પાણી માં અથવા પંદર વીસ મિનિટ ગરમ પાણી માં પલાળી મુકો. અંજીર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો ત્યાર બાદ ઝીણા ઝીણા કટકા કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ખજૂર અને અંજીર નાખી ધીમા તાપે હલાવતા રહો ને પાંચ સાત મિનિટ શેકી લ્યો જેથી મિશ્રણ નરમ થઇ જાય. ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
અંજીર અને ખજૂર બિલકુલ નરમ થઈ જાય એટલે એમાં કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો ને છેલ્લે એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો.
વેડમી બનાવવાની રીત
બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી નાના નાના લુવા બનાવી લ્યો હવે એજ લુવા ને વેલણ વડે વણી લ્યો. (જો લોટ ચોટતો હોય તો પાટલા ને વેલણ પર ઘી લગાવી દેવું ) નાની પૂરી તૈયાર થાય એટલે વચ્ચે ઠંડુ થયેલ પુરણ મૂકી ને બધી બાજુથી બરોબર પેક કરી ફરી બરોબર પેક કરી લ્યો.
પેક કરેલ લુવા ને ફરી હલકા હાથે વણી લ્યો. આમ બધી વેડમી ને પુરણ ભરી પેક કરી વણી ને વેડમી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર ધીમા તાપે એક તવી માં બે ચાર ચમચી ઘી નાખી એમાં તૈયાર કરેલ વેડમી મૂકી બને બાજુ ઉથલાવતા રહી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
આમ બને બાજુ શેકી લીધા બાદ ગેસ પર થી ઉતારી લ્યો ને બીજી વેડમી ને ધીમા તાપે શેકી લ્યો. ને ઉપરથી ઘી લગાવી ને ગરમ કે ઠંડી સર્વ કરો અંજીર ખજૂર વેડમી.
Anjeer Khajur Vedmi recipe in gujarati notes
- અહી જો તમને મીઠાસ વધુ પસંદ હોય તો શેકતી વખતે ખાંડ કે છીણેલો ગોળ નાખી શકો છો.
- તમે વેડમી ને અપ્પમ માં પણ શેકી ને અથવા ઓવેન માં પણ શેકી ને તૈયાર કરી શકો છો.
Anjeer Khajur Vedmi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Vandita’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Anjeer Khajur Vedmi recipe in gujarati
અંજીર ખજૂર વેડમી | Anjeer Khajur Vedmi | Anjeer Khajur Vedmi banavani rit | Anjeer Khajur Vedmi recipe in gujarati
Equipment
- 1 તવી
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ઘી જરૂર મુજબ
પુરણ બનાવવા માટેની સામગ્રી
- 10-12 ખજૂર
- ¼ ચમચી એલચીપાઉડર
- અંજીર
- 2 ચમચી કાજુની કતરણ
- 2 ચમચી બદામની કતરણ
- 1-2 ચમચી પિસ્તાની કતરણ
- ઘી જરૂર મુજબ
Instructions
અંજીર ખજૂર વેડમી બનાવવાની રીત | Anjeer Khajur Vedmi banavani rit | Anjeer Khajur Vedmi recipe in gujarati
- આજ સૌપ્રથમ આપણે અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવાની રીત શીખીશુંત્યારબાદ પુરણ બનાવવાની રીત શીખીશું
અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવાની રીત
- અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં થોડું મીઠું અને એક ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખીમિડીયમ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો. લોટ ને મસળી લીધા બાદ એમાંફરી એક ચમચી ઘી નાખી લોટ ને મસળી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો.
પુરણ બનાવવાની રીત
- પુરણ બનાવવા ખજૂર ના બીજ કાઢી કટકા કરી લ્યો ત્યાર બાદ અંજીર ને સાફ કરી એક વખત પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે કલાક ઠંડા પાણી માં અથવા પંદર વીસ મિનિટ ગરમ પાણી માં પલાળી મુકો. અંજીર પલાળીલીધા બાદ એનું પાણી નિતારી લ્યો ત્યાર બાદ ઝીણા ઝીણા કટકા કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ખજૂર અને અંજીર નાખી ધીમા તાપે હલાવતા રહો ને પાંચ સાત મિનિટ શેકી લ્યો જેથી મિશ્રણ નરમ થઇ જાય. ત્યાર બાદ એમાં એલચી પાઉડરનાખી મિક્સ કરી લ્યો.
- અંજીર અને ખજૂર બિલકુલ નરમ થઈ જાય એટલે એમાં કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો ને છેલ્લે એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરીમિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો.
વેડમી બનાવવાની રીત
- બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી નાના નાના લુવા બનાવી લ્યો હવે એજ લુવા નેવેલણ વડે વણી લ્યો. (જો લોટ ચોટતો હોય તો પાટલા ને વેલણ પર ઘી લગાવી દેવું ) નાની પૂરી તૈયાર થાય એટલે વચ્ચે ઠંડુ થયેલ પુરણ મૂકી ને બધી બાજુથી બરોબર પેકકરી ફરી બરોબર પેક કરી લ્યો.
- પેકકરેલ લુવા ને ફરી હલકા હાથે વણી લ્યો. આમ બધી વેડમી ને પુરણ ભરી પેક કરી વણી ને વેડમી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર ધીમા તાપે એક તવી માં બે ચાર ચમચી ઘી નાખી એમાં તૈયાર કરેલ વેડમીમૂકી બને બાજુ ઉથલાવતા રહી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- આમ બને બાજુ શેકી લીધા બાદ ગેસ પરથી ઉતારી લ્યો ને બીજી વેડમી ને ધીમા તાપે શેકી લ્યો. ને ઉપરથીઘી લગાવી ને ગરમ કે ઠંડી સર્વ કરો અંજીર ખજૂર વેડમી.
Anjeer Khajur Vedmi recipe in gujarati notes
- તમે વેડમી ને અપ્પમ માં પણ શેકી ને અથવા ઓવેન માં પણ શેકી ને તૈયાર કરી શકો છો.
- અહી જો તમને મીઠાસ વધુ પસંદ હોય તો શેકતી વખતે ખાંડ કે છીણેલો ગોળ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | milk powder na gulab jambu banavani rit
મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati
સિંગ ની ચીક્કી બનાવવાની રીત | sing chikki recipe in gujarati | sing ni chikki banavani rit
કેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda recipe in gujarati