ચોમાસામાં દરેક ને વરસાદ પડતાં ભજીયા અને પકોડા ખાવા ખબું પસંદ આવે છે અને એક ના એક પ્રકારના બજીયા કે પકોડા ખાઈ ને કંટાળી ગયા હો તો આજ એક નવી રીત ના પકોડા બનાવવાની રીત શીખીશું તો ચાલો આલું પાલક પકોડા બનાવવાની રીત – Aloo palak pakoda banavani rit શીખીએ.
આલું પાલક પકોડા બનાવવા જરૂરી સામગ્રી
- પાલક ઝીણી સુધારેલી 2 કપ
- છીણેલા બટાકા 2-3
- ચોખાનો લોટ 5-7 ચમચી
- બેસન 8-10 ચમચી
- ઝીણા સમારેલા લીલાં મરચા 3-4
- આદુ પેસ્ટ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- અજમો ½ ચમચી
- છીણેલું નારિયેળ 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- સફેદ તલ 2-3 ચમચી
- હિંગ ¼ ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટેનું તેલ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- ટમેટા 3-4
- લસણ ની કણી 4-5
- સૂકા લાલ મરચા 4-5
- આંબલી 1 ચમચી
- ગોળ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
ચટણી બનાવવાની રીત
ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ નો કણી નાખો એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ટમેટા નરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, આંબલી, ગોળ અને નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી મિશ્રણ ને થોડું ઠંડું થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો.
Aloo palak pakoda banavani rit
આલું પાલક પકોડા બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી ચારણીમાં મૂકી વધારાનું પાણી નિતારી લઈ સાવ ઝીણી ઝીણી સુધારી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ બટાકા ને છોલી સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને એને પાલક સાથે નાખી દયો.
હવે એમાં ચાળી ને ચોખાનો લોટ અને બેસન નાખો સાથે ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, આદુ પેસ્ટ, હાથ થી મસળી અજમો નાખો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સફેદ તલ, હિંગ, લીંબુનો રસ અને છીણેલું સૂકું નારિયળ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે બધી સામગ્રી ને હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો અને ઢાંકી પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. સાત મિનિટ પછી તૈયાર મિશ્રણ માંથી નાના નાના ગોળ પકોડા બનાવી એક બાજુ મૂકો.હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી એમાં તૈયાર કરેલ પકોડા ને નાખો.
ત્યાર બાદ પકોડા થોડા ચડી જાય એટલે ઉથલાવી લ્યો આમ બધા જ પકોડા ને લાઈટ ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો અને તૈયાર પકોડા ને ગરમ ગરમ ચા, દહી અને ચટણી સાથે મજા લ્યો આલું પાલક પકોડા.
Aloo palak pakoda NOTES
- ચોખાનો લોટ ના હોય તો બેસન નાખી ને બનાવી શકો અથવા પૌવા ને પીસી ને મિક્સ કરી શકો છો.
આલું પાલક પકોડા બનાવવાની રીત
Aloo palak pakoda banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
આલું પાલક પકોડા બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ પાલક ઝીણી સુધારેલી
- 2-3 છીણેલા બટાકા
- 5-7 ચમચી ચોખાનો લોટ
- 8-10 ચમચી બેસન
- 3-4 ઝીણા સમારેલા લીલાં મરચા
- 1 ચમચી આદુ પેસ્ટ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી અજમો
- 2-3 ચમચી છીણેલું નારિયેળ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 2-3 ચમચી સફેદ તલ
- ¼ ચમચી હિંગ
- 1-2 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટેનું તેલ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- 3-4 ટમેટા
- 4-5 લસણ ની કણી
- 4-5 સૂકા લાલ મરચા
- 1 ચમચી આંબલી
- 1-2 ચમચી ગોળ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Chatni banavani rit
- ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ નો કણી નાખો એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ટમેટા નરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, આંબલી, ગોળ અને નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી મિશ્રણ ને થોડું ઠંડું થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો.
આલું પાલક પકોડા બનાવવાની રીત
- આલું પાલક પકોડા બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી ચારણીમાં મૂકી વધારાનું પાણી નિતારી લઈ સાવ ઝીણી ઝીણી સુધારી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ બટાકા ને છોલી સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને એને પાલક સાથે નાખી દયો.
- હવે એમાં ચાળી ને ચોખાનો લોટ અને બેસન નાખો સાથે ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, આદુ પેસ્ટ, હાથ થી મસળી અજમો નાખો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સફેદ તલ, હિંગ, લીંબુનો રસ અને છીણેલું સૂકું નારિયળ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે બધી સામગ્રી ને હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો અને ઢાંકી પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. સાત મિનિટ પછી તૈયાર મિશ્રણ માંથી નાના નાના ગોળ પકોડા બનાવી એક બાજુ મૂકો.હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી એમાં તૈયાર કરેલ પકોડા ને નાખો.
- ત્યાર બાદ પકોડા થોડા ચડી જાય એટલે ઉથલાવી લ્યો આમ બધા જ પકોડા ને લાઈટ ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો અને તૈયાર પકોડા ને ગરમ ગરમ ચા, દહી અને ચટણી સાથે મજા લ્યો આલું પાલક પકોડા.
Aloo palak pakoda NOTES
- ચોખાનો લોટ ના હોય તો બેસન નાખી ને બનાવી શકો અથવા પૌવા ને પીસી ને મિક્સ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Corn chaat recipe | કોર્ન ચાટ બનાવવાની રીત
મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe
ટોમેટો સોસ બનાવવાની રીત | tomato sos banavani rit
પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | puchka puri banavani rit
વડાપાવ બનાવવાની રીત | vada pav banavani rit | vada pav recipe in gujarati