પાલક ઘણા લોકો ને પસંદ હોય છે તો ઘણા ને નથી હોતી પણ જો તમે આ રીતે આલું પાલક નું શાક બનાવશો તો જેમને પસંદ નથી એમને પણ જરૂર પસંદ આવશે. ધાબા કે હોટલ માં મળે એવું શાક આજ આપણે ખૂબ ઓછી અને ઘરમાં રહેલ સામગ્રીથી તૈયાર કરીશું. તો ચાલો Aloo palak nu shaak ni recipe શીખીએ.
Ingredients list
- પાલક 500 ગ્રામ
- આલું 3 મિડીયમ સાઇઝ ના સુધારેલ
- ડુંગળી 1-2 ઝીણી સુધારેલી
- લસણ ની કણી 10-15
- લીલા મરચા 2-3
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- દહીં 4-5 ચમચી
- તેલ 5-7 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
- ઘી 1-2 ચમચી
- લસણ સુધારેલ 1 ચમચી
- સૂકા લાલ મરચા 1-2
Aloo palak nu shaak ni recipe
આલું પાલક નું શાક બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી સારા પાંદડા અલગ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને વધારાનું પાણી નીતરવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ કપ પાણી ગરમ કરી લ્યો અને એમાં સાફ કરેલી પાલક માં પાંદડા નાખો અને પાણી માં ડુબાડી ને બે મિનિટ બાફી લ્યો.
બે મિનિટ પછીગરમ પાણી માંથી કાઢી ઠંડા બરફ વાળા પાણીમાં નાખો અને એમાંથી બે ત્રણ મિનિટ પછી કાઢી મિક્સર જારમાં નાખો.
હવે પાલક સાથે લીલા મરચા સુધારેલા અને લસણ ની કણી નાખો અને પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે સુધારેલા આલું માં પા ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી કોટીંગ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે તેમાં કોટીંગ કરેલ આલું નાખી મિક્સ કરી મિડીયમ તાપે ઢાંકી ને ચડાવી લ્યો.
આઠ દસ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો અને વચ્ચે બે ત્રણ વખત ચમચા થી ઉથલાવી લ્યો. દસ મિનિટ પછી શેકી લીધેલા આલું ને બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈ માં બીજી બે ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડુ કરી લ્યો અને એમાં ચાર પાંચ ચમચી દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી કડાઈમાં શેકી રાખેલ આલું નાખો અને એને પણ મિક્સ કરી લ્યો.
હવે પાંચ સાત મિનિટ ઢાંકી ને ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ એમાં પાલક પેસ્ટ નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો. હવે વઘરીયા માં ઘી ગરમ કરી એમાં લસણ સુધારેલ અને સૂકા લાલ મરચા નાખી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને શાક પર નાખો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે આલું પાલક નું શાક.
Shaak recipe notes
- અહીં પાલક સાથે એની કાચી દાડી પણ વાપરી શકો છો. પાલક ને બે મિનિટ થી વધારે ગરમ પાણી માં ના રાખવી અને પાલક ને ઢાંકવી પણ નાખી અને ને મિનિટ પછી પાલક ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણી માં નાખવી જેથી રંગ લીલો જ રહે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
આલું પાલક નું શાક ની રેસીપી
Aloo palak nu shaak ni recipe
Equipment
- 1 મિક્સર
- 1 વઘારિયું
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 500 ગ્રામ પાલક
- 3 આલું મિડીયમ સાઇઝ ના સુધારેલ
- 1-2 ડુંગળી ઝીણી સુધારેલી
- 10-15 લસણ ની કણી
- 2-3 લીલા મરચા
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 4-5 ચમચી દહીં
- 5-7 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
- 1-2 ચમચી ઘી
- 1 ચમચી લસણ સુધારેલ
- 1-2 સૂકા લાલ મરચા
Instructions
Aloo palak nu shaak
- આલું પાલક નું શાક બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી સારા પાંદડા અલગ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને વધારાનું પાણી નીતરવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ કપ પાણી ગરમ કરી લ્યો અને એમાં સાફ કરેલી પાલક માં પાંદડા નાખો અને પાણી માં ડુબાડી ને બે મિનિટ બાફી લ્યો.
- બે મિનિટ પછીગરમ પાણી માંથી કાઢી ઠંડા બરફ વાળા પાણીમાં નાખો અને એમાંથી બે ત્રણ મિનિટ પછી કાઢી મિક્સર જારમાં નાખો.
- હવે પાલક સાથે લીલા મરચા સુધારેલા અને લસણ ની કણી નાખો અને પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે સુધારેલા આલું માં પા ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી કોટીંગ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે તેમાં કોટીંગ કરેલ આલું નાખી મિક્સ કરી મિડીયમ તાપે ઢાંકી ને ચડાવી લ્યો.
- આઠ દસ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો અને વચ્ચે બે ત્રણ વખત ચમચા થી ઉથલાવી લ્યો. દસ મિનિટ પછી શેકી લીધેલા આલું ને બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈ માં બીજી બે ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડુ કરી લ્યો અને એમાં ચાર પાંચ ચમચી દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી કડાઈમાં શેકી રાખેલ આલું નાખો અને એને પણ મિક્સ કરી લ્યો.
- હવે પાંચ સાત મિનિટ ઢાંકી ને ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ એમાં પાલક પેસ્ટ નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
- ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો. હવે વઘરીયા માં ઘી ગરમ કરી એમાં લસણ સુધારેલ અને સૂકા લાલ મરચા નાખી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને શાક પર નાખો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે આલું પાલક નું શાક.
Shaak recipe notes
- અહીં પાલક સાથે એની કાચી દાડી પણ વાપરી શકો છો. પાલક ને બે મિનિટ થી વધારે ગરમ પાણી માં ના રાખવી અને પાલક ને ઢાંકવી પણ નાખી અને ને મિનિટ પછી પાલક ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણી માં નાખવી જેથી રંગ લીલો જ રહે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
સીંગદાણા નું શાક બનાવવાની રીત | Singdana nu shaak banavani rit
ખારી ભાત બનાવવાની રીત | khari bhat banavani rit
ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya
ફણસી બટાકા નું શાક બનાવવાની રીત | Fansi bateta nu shaak banavani rit