નમસ્તે મિત્રો ,આજે આપણે જોઇશું કાઠિયાવાડી રીંગણા બટેટા નું શાક કઈ રીતે બનાવવું. આ શાક બધા લોકો ગમે તે સીઝન માં ખાવાનું પસંદ કરે છે. તેમાં પણ ગુજરાત માં કાઠીયાવાડી લોકો આ શાક ને વધુ પસંદ કરે છે. આ શાક જોડે બાજરા ની રોટલા પણ ખુબ જ સરસ લાગે છે,તો ચાલો હવે આપણે જોઈશું કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક બનાવવાની રીત, akha ringan bateta nu shaak banavani rit, akha ringan bateta shaak recipe in gujarati
આખા રીંગણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ૨૦૦ ગ્રામ રીંગણા નાના રીંગણા લેવા
- ૬ થી ૭ બટેટા તે પણ નાના જ લેવા
- ૪ થી ૫ ચમચી તેલ
- અડધી ચમચી હળદર
- અડધી ચમચી રાઈ
- ૪ ચમચી તલ
- અઢી કપ પાણી
- સ્વાદ અનુસાર મીઠું
- ૧ ટુકડો તજ
- અડધી ચમચી મરી પાવડર
- ૩ થી ૪ લવિંગ
- ૪ ચમચી શીંગદાણા
- અડધો વાટકો ગાઠીયા અથવા સેવ
- ૨ થી ૩ ચમચી લાલમરચું પાવડર
- ૨ નાના ટુકડા ગોળ
- ૧ ચમચી ગરમ મસાલા
- ૩ ચમચી સમારેલી કોથમીર
- ૪ ટમેટા ની પ્યુરી
Akha ringan bateta nu shaak recipe
પહેલા તો આપણે જે રીંગણા અને બટાટા લીધા છે તેને બરાબર ધોઈ લેવા પછી બટાટા ના બે ભાગ કરવા અને રીંગણા ને ઉપર થી બે અડધા કાપા કરી પાણી માં થોડીવાર પલાળવા.
હવે એક મિક્ષચર માં સીંગદાણા નો પાવડર કરી લેવો, ત્યારબાદ ગાઠીયા નો દરદરો ભૂકો કરી લેવો, પછી એજ મિક્ષચર માં તલ ને પણ દરદરા પીસી લેવા, ત્યારબાદ એક તજ નો ટુકડો ૩ થી ૪ લવિંગ થોડા મરી નાખી તેનો પાવડર બનાવી લેવો.
ત્યારબાદ એક લીલું મરચું, ૬ થી ૭ લસણ ની કળીઓ, એક નાનો આદુ નો ટુકડો લઇ પીસી લેવું. પછી છેલ્લે ટમેટા ની પ્યુરી બનાવી આ બધું સાઈડ માં મુકીસું ,હવે એક પેઈન માં ૪ થી ૫ ચમચી તેલ લઇ તેમાં બટેટા ને સાંતળી લેશું, હવે તેમાં મીઠું નાખી તેને થોડા કાચા પાકા સાંતળી લીધા બાદ તેમાં રીંગણા નાખી થોડીવાર પકાવી લેશું.
બટેટા અને રીંગણા થોડા ચડી ગયા બાદ તેને કાઢી લેશું. હવે એજ પેઈન માં તજ લવિંગ નો ભૂકો નાખી સાંતળી લેવું, ત્યારબાદ આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખવી, ને પછી વાટેલા તલ નાખી બધું બરાબર સાંતળી લેવું.
પછી તેમાં ટમેટા ની પ્યુરી નાખી તેને ૩ થી ૪ મિનીટ તેલ છુટું થાય ત્યાં સુદી ઢાંકી ને રાખવું, હવે તેમાં બાકી ના બધા અપણે જે મસાલા લીધા છે તે નાખી બરાબર મિક્સ કરીશુ. મિક્સ થઇ ગયા બાદ તેલ છુટું પડે એટલે તેમાં બે થી અઢી કપ જેટલું પાણી નાખી તેને ઉકળવા દેશું.
ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમાં ગાઠીયા નો ભૂકો, સિંગ નો પાવડર ઉમેરી મિક્સ કરી દેવું. હવે તેમાં બટેટા અને રીંગણા નાખી તેને ૧૦ મિનીટ માટે ઢાંકી દેવું જેથી ગ્રેવી અને રીંગણ બટેટા બરાબર મિક્સ થઈ જાય.
હવે છેલ્લે તેમાં બે નાના ગોળ ના ટુકડા ઉમેરવા, બધું બરાબર મિક્સ થઈ ગયા બાદ ૩ થી ૪ ચમચી સમારેલી કોથમીર ઉમેરવી, તો તૈયાર છે એકદમ મસ્ત ચટપટુ એવું આખા રીંગણા અને બટેટા નું શાક – ringan bateta nu shaak.
કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
આખા રીંગણા બટેટા નું શાક બનાવવાની રીત
આખા રીંગણા બટેટા નું શાક | akha ringan bateta nu shaak banavani rit | akha ringan bateta shaak recipe in gujarati
Equipment
- 1 મિક્ષર
- 1 કળાઈ
Ingredients
કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | akha ringan bateta shaak recipe ingredients
- ૨૦૦ ગ્રામ રીંગણા નાના રીંગણા લેવા
- ૬ થી ૭ બટેટા તે પણ નાના જ લેવા
- ૪ થી ૫ ચમચી તેલ
- અડધી ચમચી હળદર
- અડધી ચમચી રાઈ
- ૪ ચમચી તલ
- અઢી કપ પાણી
- મીઠું સ્વાદ અનુસાર
- ૧ ટુકડો તજ
- અડધી ચમચી મરી પાવડર
- ૩ થી ૪ લવિંગ
- ૪ ચમચી શીંગદાણા
- અડધો વાટકો ગાઠીયા અથવા સેવ
- ૨ થી ૩ ચમચી લાલ મરચું પાવડર
- ૨ નાના ટુકડા ગોળ
- ૧ ચમચી ગરમ મસાલો
- ૩ ચમચી સમારેલી કોથમીર
- ૪ ટમેટા ની પ્યુરી
Instructions
કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક બનાવવાની રીત- Akha ringan bateta nu shaak banavani rit – akha ringan bateta shaak recipe in gujarati
- પહેલા તોઆપણે જે રીંગણા અને બટાટા લીધા છે તેને બરાબર ધોઈ લેવા. પછી બટાટા ના બે ભાગ કરવા અનેરીંગણા ને ઉપર થી બે અડધા કાપા કરી પાણી માં થોડીવાર પલાળવા.
- હવે એક મિક્ષચર માં સીંગદાણા નો પાવડર કરી લેવો, ત્યારબાદ ગાઠીયા નો દરદરો ભૂકો કરી લેવો, પછી એજ મિક્ષચર માં તલ ને પણ દરદરા પીસી લેવા, ત્યારબાદ એક તજ નો ટુકડો ૩ થી ૪ લવિંગ થોડા મરી નાખી તેનો પાવડર બનાવી લેવો .
- ત્યારબાદ એક લીલું મરચું, ૬ થી ૭ લસણ ની કળીઓ, એક નાનો આદુ નો ટુકડો લઇ પીસી લેવું. પછી છેલ્લે ટમેટા ની પ્યુરી બનાવી આ બધું સાઈડ માં મુકીસું .
- હવે એક પેઈન માં ૪ થી ૫ ચમચી તેલ લઇ તેમાં બટેટા ને સાંતળી લેશું, હવે તેમાં મીઠું નાખી તેને થોડા કાચા પાકા સાંતળી લીધા બાદ તેમાં રીંગણા નાખી થોડીવાર પકાવી લેશું.
- બટેટા અને રીંગણા થોડા ચડી ગયા બાદ તેને કાઢી લેશું. હવે એજ પેઈન માં તજ લવિંગ નો ભૂકો નાખી સાંતળી લેવું, ત્યારબાદ આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખવી, ને પછી વાટેલા તલ નાખી બધું બરાબર સાંતળી લેવું.
- પછી તેમાં ટમેટા ની પ્યુરી નાખી તેને ૩ થી ૪ મિનીટ તેલ છુટું થાય ત્યાં સુદી ઢાંકી ને રાખવું, હવે તેમાં બાકી ના બધા અપણે જે મસાલા લીધા છે તે નાખી બરાબર મિક્સ કરીશુ. મિક્સ થઇ ગયા બાદ તેલ છુટું પડે એટલે તેમાં બે થી અઢી કપ જેટલું પાણી નાખી તેને ઉકળવા દેશું.
- ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમાં ગાઠીયા નો ભૂકો, સિંગ નો પાવડર ઉમેરી મિક્સ કરી દેવું. હવે તેમાં બટેટા અને રીંગણા નાખી તેને ૧૦ મિનીટ માટે ઢાંકી દેવું જેથી ગ્રેવી અને રીંગણ બટેટા બરાબર મિક્સ થઈ જાય.
- હવે છેલ્લે તેમાં બે નાના ગોળ ના ટુકડા ઉમેરવા. બધું બરાબર મિક્સ થઈ ગયા બાદ ૩ થી ૪ ચમચી સમારેલી કોથમીર ઉમેરવી . તો તૈયાર છે એકદમ મસ્ત ચટપટુ એવું આખા રીંગણા અને બટેટા નું શાક.
akha ringan bateta shaak recipe notes
- આ રેસીપી માં આપણે કાચા બટેટા નો ઉપયોગ કર્યો છે તેના બદલે બાફેલા બટેટા પણ લઇ સકો છો.
- ગ્રેવી નું પ્રમાણ વધુ ઓછું પણ જોઈએ એ રીતે લઇ સકાય છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat recipe in Gujarati
ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit
કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati | kadhi khichdi banavani rit
મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo recipe in Gujarati
Nice recipe 👍
Thank you..!!