આપણે અડવી ટુક બનાવવાની રીત શીખીશું. આ અડવી એ રાધા જી ને ખૂબ. પ્રિય છે તેથી આ રાધા અષ્ટમી પર રાધા જી ને ભોગમાં અડવી ટુક બનાવી ધરાવી શકો છો. આ અડવી એ એક કંદમૂળ છે અને જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને જેટલા સ્વાદિષ્ટ છે એટલા જ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે તો ચાલો Advi took banavani rit શીખીએ.
અડવી ટુક બનાવવા જરૂરી સામગ્રી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- અડવી 500
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- સંચળ ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Advi took banavani rit
અડવી ટુક બનાવવા સૌપ્રથમ અડવી ને બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો અને સાફ કરેલી અડવી માં કાંટા ચમચી થી કાણા કરી ચારણીમાં મૂકતા જાઓ. હવે ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એના પર ચારણી મૂકી ઢાંકણ બંધ કરી દસ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી ચારણી બહાર કાઢી લ્યો.
અડવી ને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ એની છાલ ઉતારી લ્યો. અને એક બાજુ મૂકો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બાફી રાખેલ અડવી નાખી ને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો. તારેલી અડવી ને ઝારા થી બહાર કાઢી લ્યો અને ત્યાર બાદ વાટકા કે થાળી થી એક એક તરેલી અડવી ને દબાવી લ્યો.
હવે એક થાળીમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, ચીલી ફ્લેક્સ, આમચૂર પાઉડર, સંચળ, મરી પાઉડર, ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખો બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ દબાયેલી અડવી ને તૈયાર મસાલા માં બધી બાજુ મસાલો લાગે એમ મસાલા થી કોટિંગ કરી લ્યો.
આમ બધી અડવી ને મસાલા થી કોટિગ કરી લીધા બાદ એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં મસાલા થી કોટિંગ અડવી મૂકો અને બચેલો મસાલો એના પર નાખી બને બાજુ શેકી લ્યો. મસાલા સાથે કોટિંગ અડવી તૈયાર છે તો મજા લ્યો અડવી ટુક.
recipe notes
- અહી મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
અડવી ટુક બનાવવાની રીત
Advi took banavani rit
Equipment
- 1 ઢોકરિયું
- 1 કડાઇ
Ingredients
અડવી ટુક બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 500 અડવી
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- ½ ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી સંચળ
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Advi took banavani rit
- અડવી ટુક બનાવવા સૌપ્રથમ અડવી ને બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો અને સાફ કરેલી અડવી માં કાંટા ચમચી થી કાણા કરી ચારણીમાં મૂકતા જાઓ. હવે ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એના પર ચારણી મૂકી ઢાંકણ બંધ કરી દસ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી ચારણી બહાર કાઢી લ્યો.
- અડવી ને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ એની છાલ ઉતારી લ્યો. અને એક બાજુ મૂકો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બાફી રાખેલ અડવી નાખી ને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો. તારેલી અડવી ને ઝારા થી બહાર કાઢી લ્યો અને ત્યાર બાદ વાટકા કે થાળી થી એક એક તરેલી અડવી ને દબાવી લ્યો.
- હવે એક થાળીમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, ચીલી ફ્લેક્સ, આમચૂર પાઉડર, સંચળ, મરી પાઉડર, ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખો બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ દબાયેલી અડવી ને તૈયાર મસાલા માં બધી બાજુ મસાલો લાગે એમ મસાલા થી કોટિંગ કરી લ્યો.
- આમ બધી અડવી ને મસાલા થી કોટિગ કરી લીધા બાદ એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં મસાલા થી કોટિંગ અડવી મૂકો અને બચેલો મસાલો એના પર નાખી બને બાજુ શેકી લ્યો. મસાલા સાથે કોટિંગ અડવી તૈયાર છે તો મજા લ્યો અડવી ટુક.
Advi took recipe notes
- અહી મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
besan sev recipe | બેસન ની સેવ ની રેસીપી
મિર્ચી ઢોકળા બનાવવાની રીત | Mirchi dhokla banavani rit
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit
ચણા દાળ નું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak banavani rit
મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni rotli banavani rit