નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું અળવીના પાન ના પાતરા. મિત્રો ચોમાસાની સિઝન આવતા બજારમાં અળવી નાં પાન ખૂબ સહેલાઇથી મળી આવે છે જેના પાતરા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે ઘણા તેના રસ સાથે ના પાત્ર બનાવી છે ઘણા તેમને વઘારીને બનાવી છે આ પાતરા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેમજ બનાવવામાં પણ ખૂબ જ ઝડપી હોય છે તો ચાલો આજે આપણે શીખીએ અળવી ના પાતરા બનાવવાની રીત,પાત્રા બનાવવાની રેસીપી , advi na patra banavani rit, Advi na patra recipe in Gujarati,patarveliya banavani rit.
પાતરા માટે જરૂરી સામગ્રી
- 8-10 અડવી ના પાન
- 2 કપ બેસન
- 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- 2-3 ચમચી ખાંડ પીસેલી
- 1 લીંબુ નો રસ
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- 1 ચમચી તેલ
અળવી નાં પાતરા ના વઘાર માટે જરૂરી સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 2-3 ચમચી તલ
- ½ ચમચી હિંગ
Advi na patra recipe in Gujarati | પાત્રા બનાવવાની રેસીપી
પાત્રા બનાવવાની રેસીપી મા સૌપ્રથમ અળવીના પાન લઈ તેને પાણીમાં બરોબર ધોઇને સાફ કરી લેવા , ત્યારબાદ ધોયેલા પાનને કોઇ થાળી ટેબલ પર ઉંધા મૂકી ચાકુ વાળી તેના પાછળના ભાગમાં રહેલી બધી જ નસોને /દાડી કાઢી લેવી
નશો/દાડી કાઢતી વખતે ધ્યાન રાખવું કે પાન તૂટી ન જાય ,બધી જ નસો/દાડી નીકળી જાય એટલે પાનને એક બાજુ મૂકી દેવા , હવે એક વાસણમાં બેસન લઈ તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું નો ભૂકો, મીઠું, લીલા ધાણા ,ખાંડ પીસેલી લીંબુનો રસ તેમજ તેલ નાખી બરોબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં જરૂર પૂરતો થોડું થોડું પાણી ઉમેરી બેસનનો ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો(આશરે અડધા કપ જેટલું પાણી જોઈશે) , પેસ્ટ તૈયાર થઈ જાય હવે પાનને ઊંધી થાળી પર રાખો
પાન પર તૈયાર કરેલું બેસન વાળું મિશ્રણ દરેક ભાગમાં લાગી જાય તે રીતે હાથ વડે લગાડી દો ,ત્યારબાદ તેના પર બીજો અળવીનાં પાન લઇ તેના પર મૂકો ફરી તેના પર બેસન વાળું મિશ્રણ લગાડવું
ફરી તેના પર અળવીના પાન મૂકો ત્યારબાદ ફરી તેના પર બેસન વાળું લગાડો,આમ એક રોલ માટે 4-5 પાન એક બીજા પર મૂકી બેસન લગાડતા જાઓ , 4-5 પાન મૂક્યા બાદ તેની બધી બાજુથી થોડું થોડું વારી તેના પર પણ બેસન વાળા લોટ નું મિશ્રણ લગાડો
ત્યારબાદ ગમે તે એક બાજુથી પાતરા ની ગોળ વારતા જઈ તેના પર બેસન વાળું મિશ્રણ લગાડતા જઈ રોલ તૈયાર કરી લો,આમ એક બે રોલ તૈયાર કર્યા બાદ તૈયાર રોલ ને એકબાજુ મૂકી દયો
હવે ગેસ પર ઢોકળીયામાં પાણી લઈ તેમાં વચ્ચે કાંઠો મૂકો અને ઢાંકણ ઢાંકી પાણીને ઉકાળો , પાણી ઊકળે એટલે ચારણીમાં કે ઢોકરીયા ના ડીશ માં તૈયાર પાતરા ના રોલ ને મૂકી પંદરથી વીસ મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો
પંદર-વીસ મિનિટ બાદ પાતરા ચડી જાય એટલે તેને બહાર કાઢી ઠંડા થવા દો ,પાતરા ઠંડા થાય એટલે ધારવાળા ચાકુ વડે તેના ગોળ નાના કટકા કરી લો
હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ , તલ અને હિંગ નાખી વઘાર તૈયાર કરો ત્યારબાદ તેમાં પાતરા ના કટકા નાખી હલકા હાથથી મિક્સ કરી ચાર પાંચ મિનિટ શેકો
તૈયાર પાતરા ને આમલીની ચટણી સાથે ગરમાગરમ પીરસો
Advi na patra recipe notes
- પાતરા ની ગોલ વારતી વખતે બેસન નું મિશ્રણ બધી બાજુ બરોબર લાગે તેનું ખાસ ધ્યાન રાખવું નહિતર વગાડતી વખતે પાતરા છૂટા પડી જવાની શક્યતા રહે છે
- બેસનના મિશ્રણમાં આ મસાલાઓ નું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી કરીને પાત્રાનું સ્વાદ વધારે સારો લાગશે
patarveliya banavani rit | અળવી ના પાતરા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Daxa Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Advi na patra banavani rit | પાતરા બનાવવાની રીત
પાતરા બનાવવાની રીત | અળવી ના પાતરા બનાવવાની રીત | પાત્રા બનાવવાની રેસીપી | Advi na patra banavani rit | Advi na patra recipe in Gujarati
Equipment
- 1 કૂકર / ઢોકરીયું
Ingredients
અળવીનાં પાતરા માટે જરૂરી સામગ્રી
- 8-10 અડવી ના પાન
- 2 કપ 2 બેસન
- 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી હળદર
- 2-3 ચમચી ખાંડ પીસેલી
- 1 લીંબુ નો રસ
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- 1 ચમચી તેલ
અળવીનાં પાતરા ના વઘાર માટે જરૂરી સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 2-3 ચમચી તલ
- ½ ચમચી હિંગ
Instructions
પાતરા બનાવવાની રીત – પાત્રા બનાવવાની રેસીપી – અળવી ના પાતરા બનાવવાની રીત – patarveliya banavani rit – Advi na patra banavani rit – Advi na patra recipe in Gujarati
- પાત્રા બનાવવાની રેસીપી મા સૌપ્રથમ અળવીના પાન લઈ તેને પાણીમાંબરોબર ધોઇને સાફ કરી લેવા
- ત્યારબાદ ધોયેલા પાનને કોઇ થાળી ટેબલ પર ઉંધામૂકી ચાકુ વાળી તેના પાછળના ભાગમાં રહેલી બધી જ નસોને /દાડી કાઢી લેવી
- નશો/દાડી કાઢતી વખતે ધ્યાન રાખવું કે પાન તૂટીન જાય ,બધી જ નસો/દાડી નીકળી જાય એટલે પાનને એક બાજુ મૂકી દેવા
- હવે એક વાસણમાં બેસન લઈ તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું નો ભૂકો, મીઠું, લીલા ધાણા ,ખાંડ પીસેલીલીંબુનો રસ તેમજ તેલ નાખી બરોબર મિક્સ કરો
- ત્યારબાદ તેમાં જરૂર પૂરતો થોડું થોડું પાણીઉમેરી બેસનનો ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો(આશરે અડધા કપ જેટલુંપાણી જોઈશે)
- પેસ્ટ તૈયાર થઈ જાય હવે પાનને ઊંધી થાળી પર રાખો
- પાન પર તૈયાર કરેલું બેસન વાળું મિશ્રણ દરેકભાગમાં લાગી જાય તે રીતે હાથ વડે લગાડી દો , ત્યારબાદ તેના પર બીજો અળવીનાં પાન લઇ તેનાપર મૂકો ફરી તેના પર બેસન વાળું મિશ્રણ લગાડવું
- ફરી તેના પર અળવીના પાન મૂકો ત્યારબાદ ફરી તેનાપર બેસન વાળું લગાડો,આમ એક રોલ માટે 4-5 પાન એક બીજા પર મૂકી બેસનલગાડતા જાઓ
- 4-5 પાન મૂક્યા બાદ તેની બધી બાજુથી થોડું થોડું વારીતેના પર પણ બેસન વાળા લોટ નું મિશ્રણ લગાડો
- ત્યારબાદ ગમે તે એક બાજુથી પાતરા ની ગોળ વારતાજઈ તેના પર બેસન વાળું મિશ્રણ લગાડતા જઈ રોલ તૈયાર કરી લો
- આમ એક બે રોલ તૈયાર કર્યા બાદ તૈયાર રોલ નેએકબાજુ મૂકી દયો
- હવે ગેસ પર ઢોકળીયામાં પાણી લઈ તેમાં વચ્ચેકાંઠો મૂકો અને ઢાંકણ ઢાંકી પાણીને ઉકાળો
- પાણી ઊકળે એટલે ચારણીમાં કે ઢોકરીયા ના ડીશમાં તૈયાર પાતરા ના રોલ ને મૂકી પંદરથી વીસ મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો
- પંદર-વીસ મિનિટ બાદ પાતરા ચડી જાયએટલે તેને બહાર કાઢી ઠંડા થવા દો ,પાતરા ઠંડા થાય એટલે ધારવાળા ચાકુ વડે તેના ગોળ નાનાકટકા કરી લો
- હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મુકો તેલ ગરમથાય એટલે તેમાં રાઈ , તલ અને હિંગ નાખી વઘાર તૈયારકરો ત્યારબાદ તેમાં પાતરા ના કટકા નાખી હલકા હાથથી મિક્સ કરી ચાર પાંચ મિનિટ શેકો
- તૈયાર પાતરા ને આમલીની ચટણી સાથે ગરમાગરમ પીરસો
Advi na patra recipe in Gujarati notes
- પાતરા ની ગોલ વારતી વખતે બેસન નું મિશ્રણ બધી બાજુ બરોબર લાગે તેનું ખાસ ધ્યાન રાખવું નહિતર વગાડતી વખતે પાતરા છૂટા પડી જવાની શક્યતા રહે છે
- બેસનના મિશ્રણમાં આ મસાલાઓ નું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી કરીને પાત્રાનું સ્વાદ વધારે સારો લાગશે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
તરી પૌવા બનાવવાની રીત | Tarri poha recipe in Gujarati
ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit | chorafali recipe in Gujarati