નમસ્તે મિત્રો આજે આપણે અડદના પાપડ નું શાક બનાવવાની રીત – adad na papad nu shaak banavani rit શીખીશું. પાપડ નું શાક ગુજરાત અને રાજસ્થાન માં ગરમી ની સીઝન માં ખૂબ બનતું હોય છે, If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube , આ શાક તમે અચાનક આવેલા મહેમાન કે ઘર માં જ્યારે કોઈ શાક ના હોય ત્યારે બનાવી ને ખૂબ ઝડપથી તૈયાર કરી શકો છો. આ શાક ઘરમાં રહેલી સામગ્રી માંથી જ ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો અડદ ના પાપડ નું શાક બનાવવાની રીત – adad na papad nu shaak recipe in gujarati શીખીએ.
અડદના પાપડ નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- અડદ ના મીડીયમ સાઇઝ ના પાપડ 4-5
- દહી 1 કપ
- ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- જીરું 1 ચમચી
- રાઈ ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- તમાલપત્ર ના પાન 1
- લીલા મરચા સુધારેલા 1-2
- આદુ પેસ્ટ ¼ ચમચી
- લસણની પેસ્ટ 1 ચમચી (ઓપ્શનલ છે )
- ઝીણી સુધારેલી ડુંગળી 1 ( ઓપ્શનલ છે )
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- તેલ 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
અડદના પાપડ નું શાક બનાવવાની રીત | adad na papad nu shaak gujarati recipe
અડદના પાપડ નું શાક બનાવવા સૌપ્રથમ અડદ ના પાપડ ને તવી પર અને દબાવી ને શેકી લ્યો આમ બધા પાપડ ને શકી લ્યો ત્યાર બાદ એના કટકા કરી એક બાજુ મૂકો. હવે એક વાસણમાં દહી લ્યો એમાં ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો ને દહીં નો પેસ્ટ બનાવી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, સૂકા લાલ મરચા, રાઈ, જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા, આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને આદુ લસણ ની કચાસ નીકળી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
ડુંગળી નરમ થાય એટલે ગેસ બંધ અથવા ધીમો કરી નાખો ને એમાં દહી નો પેસ્ટ નાંખી ને મિક્સ કરી ને દહી ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો દહી ગરમ થઇ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ને કસુરી મેથી ને મસળી ને નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
ચાર મિનિટ પછી અડધો કપ થી એક કપ જેટલું પાણી નાખી મિક્સ કરી ફરીથી ગ્રેવી ને ઉકાળી લ્યો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં પાપડ ના કટકા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ઉપર થી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો અડદ ના પાપડ નું શાક.
adad na papad nu shaak recipe in gujarati notes
- પાપડ નાના હોય તો વધારે લઈ લેવા અને મોટા હોય તો તમારી જરૂરિયાત મુજબ લઈ લેવા.
- લસણ ડુંગળી તમે ના ખાતા હો તો ના નાખવા.
- મીઠું ધ્યાન થી નાખવું.
adad na papad nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
adad na papad nu shaak recipe in gujarati
અડદના પાપડ નું શાક | adad na papad nu shaak | adad na papad nu shaak banavani rit | adad na papad nu shaak gujarati recipe | adad na papad nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
અડદના પાપડ નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 4-5 અડદના મીડીયમ સાઇઝ ના પાપડ
- 1 કપ દહી
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- ¼ ચમચી હિંગ
- 1-2 સૂકા લાલ મરચા
- 1 તમાલ પત્રના પાન
- 1-2 લીલા મરચા સુધારેલા
- ¼ ચમચી આદુ પેસ્ટ
- 1 ચમચી લસણની પેસ્ટ (ઓપ્શનલ છે )
- 1 ઝીણી સુધારેલી ડુંગળી ( ઓપ્શનલ છે )
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી કસુરી મેથી
- 3-4 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
અડદના પાપડ નું શાક બનાવવાની રીત | adadna papad nu shaak gujarati recipe | adad na papad nu shaak banavani rit | adad na papad nu shaak recipe in gujarati
- અડદના પાપડ નું શાક બનાવવા સૌપ્રથમ અડદ ના પાપડ ને તવીપર અને દબાવી ને શેકી લ્યો આમ બધા પાપડ ને શકી લ્યો ત્યાર બાદ એના કટકા કરી એક બાજુમૂકો. હવે એક વાસણમાં દહી લ્યો એમાં ધાણા જીરું પાઉડર, હળદર,લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો ને દહીં નો પેસ્ટ બનાવી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, સૂકા લાલ મરચા, રાઈ, જીરુ અનેહિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા, આદુ લસણનીપેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને આદુ લસણ ની કચાસ નીકળી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- ડુંગળી નરમ થાય એટલે ગેસ બંધ અથવા ધીમો કરી નાખો ને એમાં દહી નો પેસ્ટ નાંખી ને મિક્સ કરીને દહી ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો દહી ગરમ થઇ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ને કસુરી મેથી ને મસળી ને નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
- ચાર મિનિટ પછી અડધો કપ થી એક કપ જેટલું પાણી નાખી મિક્સ કરી ફરીથી ગ્રેવી ને ઉકાળી લ્યો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં પાપડ ના કટકા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ને ત્યારબાદ ગેસ બંધ કરી ઉપર થી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો અડદ ના પાપડ નું શાક.
adad na papad nu shaak recipe in gujarati notes
- પાપડ નાના હોય તો વધારે લઈ લેવા અને મોટા હોય તો તમારી જરૂરિયાત મુજબ લઈ લેવા.
- લસણ ડુંગળી તમે ના ખાતા હો તો ના નાખવા.
- મીઠું ધ્યાન થી નાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઠેસો બનાવવાની રીત | Theso banavani rit | Theso recipe in gujarati
અમૃતસરી દાળ બનાવવાની રીત | Amritshari daal banavani rit
લાલ મરચાની ચટણી બનાવવાની રીત | lal marcha ni chatni | lal marcha ni chutney
ડુંગળીયું બનાવવાની રીત | dungaliyu recipe in gujarati | dungaliyu banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
ખૂબ સરસ
Thank you