નમસ્તે મિત્રો If you like the recipe do subscribe 24 karat kitchen by vineeta jain YouTube channel on YouTube આજે લોકો દ્વારા પૂછાતો પ્રશ્ન how to make adad na papad માટે આપણે અડદ ના લોટ ના પાપડ – અડદના પાપડ બનાવવાની રીત શીખીશું. પાપડ દરેક ગુજરાતી ઘરમાં ખીચડી સાથે કે ભોજન સાથે સર્વ થતો હોય છે ને દરેક ઘરમાં લિજ્જત ના જ પાપડ વર્ષોથી ખવાતા હસે પરંતુ આજ આપણે ખૂબ ઓછી સામગ્રી ને ઓછી મહેનત થી લિજ્જત પાપડ જેવાજ પાપડ ઘરે બનાવવાની રીત શીખીશું આ પાપડ બનાવવા માટે એક જ સામગ્રી ના પ્રમાણનું ધ્યાન રાખવું પડે છે તો ચાલો શીખીએ અડદ ના પાપડ બનાવવાની રીત adad na papad recipe in gujarati – adad na papad banavani rit – Urad papad recipe in Gujarati શીખીએ.
અડદના પાપડ બનાવવા જરૂરી સામગ્રી | urad papad ingredients
- અડદ નો લોટ 1 ½ કપ
- મીઠું 1 ચમચી અથવા સ્વાદ મુજબ
- મરી અધ કચરા પીસેલા 1 ચમચી
- હિંગ 1 ચપટી
- પાપડ ખાર /ખારો પાપડ 1 ½ ચમચી / sodium benzoate
- પાણી ½ કપ
- તેલ જરૂર મુજબ
અડદ ના લોટ ના પાપડ બનાવવાની રીત | અડદના પાપડ બનાવવાની રીત
અડદ પાપડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ ના લોટ ને ચારણી થી ચારી લ્યો (અડદ નો લોટ તૈયાર પણ મળે છે ને તમે ઘરે અડદ ની દાળ ને તડકામાં એકાદ કલાક સૂકવી ને મિક્સર માં કે ઘરઘંટી માં કે બહાર ચક્કીમાં પીસવા શકો છો)
અડદના લોટને ચારી લીધા બાદ એમાં મરી અધ કચરા (અહી અમે મીડીયમ તીખા પાપડ બને એટલે એક ચમચી લીધા છે જો વધુ તીખા કરવા હોય તો દોઢ કે બે ચમચી મરી લેવા ને જો તીખાશ ઓછી જોઈએ તો અડધી ચમચી મરી લેવા), હિંગ, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
હવે એક તપેલી માં અડધો કપ પાણી લ્યો એમાં ખારો પાપડ નાખી ચમચી થી મિક્સ કરો ને એ તપેલી ને ગેસ પર મૂકી પાણી ને ગરમ કરી લ્યો પાણી ગરમ થાય એટલે ગેસ બંધ કરો ને એ પાણી ને ગરણી થી ગરી લ્યો
હવે અડદ ના મિશ્રણ માં થોડું થોડું કરી ખાર પાપડ વાળુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો( જો વધારે પાણી ની જરૂર લાગે તો બીજુ એક બે ચમચી નવશેકું પાણી નાખી શકો છો)
કઠણ લોટ બાંધી લીધા બાદ એ લોટ ને પાંચ સાત મિનિટ સુંધી મસળી લ્યો જેથી લોટ સોફ્ટ થાય મસળી લીધા બાદ એમાં અડધી ચમચી તેલ નાખી ફરી થી ત્રણ ચાર મિનિટ મસળો.
હવે બાંધેલા લોટ ને લાંબો સિલીન્ડર આકાર આપી દયો ને જે સાઇઝ ના પાપડ કરવા હોય એ સાઇઝ ના એક સરખા દોરા થી કે ચાકુ થી કટકા કરી લુવા બનાવી લ્યો
હવે લુવા પર એક બે ચમચી તેલ લગાવો ને એક એક લુવા ને વેલણ થી વણી ને પાતળા પાતળા પાપડ બનાવી લ્યો આ પાપડ ને ઘર માં ચોખા કપડા પર થોડા થોડા દૂર એક એક કરી ને 10-12 કલાક કે પાપડ સાવ સુકાઈ જાય ત્યાં સુંધી સૂકવી દયો
પાપડ બિલકુલ સુકાઈ જાય એટલે ભેગા કરી ને અરે ટાઈટ ડબ્બામાં ભરી લેવા જે છ થી બાર મહિના સુંધી સાચવી શકો છો આ તૈયાર પાપડ ને શેકી ને કે તરી ને ખાઈ શકો છો તો તૈયાર છે અડદ ના પાપડ
urad papad recipe notes
- આ પાપડ ને ઘરમાં જ પંખા નીચે સૂકવી શકાય છે
- જો પાપડ વણવામાં તકલીફ પડે તો કોરો અડદનો લોટ કે તેલ વાપરી શકાય
- જો તમે ચાહો તો દોઢ ચમચી ખારા પાપડ ની જગ્યાએ એક ચમચી ખારો પાપડ નાખી શકો છો
અડદના પાપડ બનાવવાની રીત | adad na papad banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર 24 karat kitchen by vineeta jain ને Subscribe કરજો
adad na papad recipe in gujarati | Urad papad recipe in Gujarati
અડદના પાપડ બનાવવાની રીત | adad na papad banavani rit | adad na papad recipe in gujarati
Equipment
- 1 પાટલો
- 1 વેલણ
- 1 કાથરોટ
Ingredients
અડદના પાપડ બનાવવા જરૂરી સામગ્રી | urad papad ingredients
- 1 ½ કપ અડદનો લોટ
- 1 ચમચી મીઠું અથવા સ્વાદ મુજબ
- 1 ચમચી મરી અધ કચરા પીસેલા
- 1 ચપટી હિંગ
- ½ કપ પાણી
- પાપડ ખાર /ખારો પાપડ1 ½ ચમચી / sodium benzoate
- તેલ જરૂર મુજબ
Instructions
અડદના પાપડ બનાવવાની રીત | adad na papad recipe in gujarati | adad na papad banavani rit | Urad papad recipe in Gujarati
- અડદ પાપડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ ના લોટ ને ચારણી થી ચારી લ્યો (અડદ નો લોટ તૈયાર પણ મળે છેને તમે ઘરે અડદ ની દાળ ને તડકામાં એકાદ કલાક સૂકવી ને મિક્સર માં કે ઘરઘંટી માં કે બહાર ચક્કીમાં પીસવા શકો છો)
- અડદ લોટને ચારી લીધા બાદ એમાં મરી અધ કચરા (અહી અમે મીડીયમ તીખા પાપડ બને એટલે એક ચમચી લીધા છે જો વધુ તીખા કરવા હોય તો દોઢ કે બે ચમચી મરી લેવા ને જો તીખાશ ઓછી જોઈએ તો અડધી ચમચી મરી લેવા), હિંગ, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
- હવે એક તપેલી માં અડધો કપ પાણી લ્યો એમાં ખારો પાપડ નાખી ચમચી થી મિક્સ કરો ને એ તપેલીને ગેસ પર મૂકી પાણી ને ગરમ કરી લ્યો પાણી ગરમ થાય એટલે ગેસ બંધ કરો ને એ પાણી ને ગરણીથી ગરી લ્યો
- હવે અડદ ના મિશ્રણ માં થોડું થોડું કરી ખાર પાપડ વાળુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો( જો વધારે પાણી ની જરૂર લાગેતો બીજુ એક બે ચમચી નવશેકું પાણી નાખી શકો છો)
- કઠણ લોટ બાંધી લીધા બાદ એ લોટ ને પાંચ સાત મિનિટ સુંધી મસળી લ્યો જેથી લોટ સોફ્ટ થાય મસળી લીધા બાદ એમાં અડધી ચમચી તેલ નાખી ફરી થી ત્રણ ચાર મિનિટ મસળો હવે બાંધેલા લોટ ને લાંબો સિલીન્ડર આકાર આપી દયો ને જે સાઇઝ ના પાપડ કરવા હોય એ સાઇઝ ના એક સરખા દોરા થી કે ચાકુથી કટકા કરી લુવા બનાવી લ્યો
- હવે લુવા પર એક બે ચમચી તેલ લગાવો ને એક એક લુવા ને વેલણ થી વણી ને પાતળા પાતળા પાપડ બનાવી લ્યો આ પાપડ ને ઘર માં ચોખા કપડા પર થોડા થોડા દૂર એક એક કરી ને 10-12 કલાક કે પાપડ સાવ સુકાઈ જાય ત્યાં સુંધીસૂકવી દયો
- પાપડ બિલકુલ સુકાઈ જાય એટલે ભેગા કરી ને અરે ટાઈટ ડબ્બામાં ભરી લેવા જે છ થી બાર મહિના સુંધી સાચવી શકો છો આ તૈયાર પાપડ ને શેકી ને કે તરી ને ખાઈ શકો છો તો તૈયાર છે અડદ ના પાપડ
Urad papad recipe notes
- આ પાપડ ને ઘરમાં જ પંખા નીચે સૂકવી શકાય છે
- જો પાપડ વણવામાં તકલીફ પડે તો કોરો અડદનો લોટ કે તેલ વાપરી શકાય
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત | bharela karela nu shaak recipe | akha bharela karela nu shaak