આજ ની વાનગી નું નામ વાંચી બધા ના મોઢામાં પાણી આવી જસે.. કેમ કે આજ આપણે બધાને પસંદ આવતી વાનગી આમ રસ પુરી બનાવવાની રીત – aam ras puri banavani rit શીખીશું, If you like the recipe do subscribe Food Connection YouTube channel on YouTube , આવી ગયું ને મોઢા માં પાણી ? ઉનાળા માં આમ તો કઈ પણ જમવાની મજા નથી આવતી હોતી પણ જો ઠંડો ઠંડો રસ અને ગરમ ગરમ પૂરી મળી જાય તો કોઈ ખાવા ની ના પણ નથી પાડી શકતું. તો ચાલો aam ras puri recipe in gujarati શીખીએ.
આમ રસ પુરી બનાવવા જરૂરી સામગ્રી
- લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉં નો લોટ 1 ½ કપ
- સોજી 2-3 ચમચી
- અજમો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
રસ બનાવવા માટેની સામગ્રી
- પાકેલા આંબા 2-3
- ખાંડ જરૂર મુજબ
- એલચી પાઉડર ¼ ચમચી
- બરફ ના કટકા જરૂર મુજબ
આમ રસ પુરી બનાવવાની રીત
આજ આપણે સૌ પ્રથમ આપણે પેલે આમ રસ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ પરફેક્ટ ફૂલેલી પૂરી બનવતા શીખીશું અને બને નો આનંદ માણીશું.
આમ રસ બનાવવાની રીત
સૌથી પહેલા પાકેલા અને મીઠા હોય એવા આંબા લ્યો આંબા ને અડધા થી એક કલાક પાણી માં બોળી એક બાજુ મૂકો અડધા કલાક પછી આંબાને ધોઇ ને પાણી માંથી કાઢી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી એની છાલ અલગ કરી લ્યો અને ચાકુથી મોટા મોટા કટકા કરી લ્યો.
તૈયાર કટકા ને મિક્સર જારમાં નાખો સાથે એક બે ચમચી ખાંડ, એલચી પાઉડર અને પાંચ સાત કટકા બરફ ના નાખી મિક્સર ની ઢાંકણ બંધ કરી આંબા ને પીસી ને ઘટ્ટ રસ તૈયાર કરી લ્યો. તૈયાર રસ ફ્રીઝ માં મૂકી ઠંડો થવા દયો.
પૂરી બનાવવાની રીત
પૂરી નો લોટ બાંધવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી અજમો નાખી લોટ બરોબર મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો.
દસ મિનિટ પછી લોટ ને થોડો મસળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખી લોટ ને ફરીથી મસળી લ્યો અને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને લુવને તેલ.લગાવી ઢાંકી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી પાટલા વેલણ પર તેલ લગાવી લ્યો અને લુવા ને લઈ પૂરી ને વણી લ્યો આમ થોડી પૂરી વણી ને એક થાળી માં મૂકતા જાઓ. તેલ ગરમ થાય એટલે વણેલી પૂરી ને ગરમ તેલ માં નાખી ઝારા ની મદદ થી બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી પૂરી વણી અને ગોલ્ડન તરી લ્યો.
તૈયાર ગરમ ગરમ પૂરી ને ઠંડા ઠંડા આમરસ સાથે સર્વ કરો આમરસ પૂરી.
aam ras puri recipe notes
- અહી તમને પીસેલા આંબા નો રસ પસંદ ના હોય તો આંબા ને છોલી અને આંબા પર ચાકુ થી ઝીણા ઝીણા ઊભા અને આડા કાપા કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો અને એમાં એલચી પાઉડર, ખાંડ અને બરફ ના કટકા નાખી મિક્સ કરી ફ્રીઝ માં મૂકી મજા લઈ શકો છો આમરસ.
aam ras puri banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Connection ને Subscribe કરજો
aam ras puri recipe in gujarati
આમ રસ પુરી બનાવવાની રીત | aam ras puri banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 ½ કપ ઘઉંનો લોટ
- 2-3 ચમચી સોજી
- 1 ચમચી અજમો
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
રસ બનાવવા માટેની સામગ્રી
- 2-3 પાકેલા આંબા
- ખાંડ જરૂર મુજબ
- ¼ ચમચી એલચી પાઉડર
- બરફના કટકા જરૂર મુજબ
Instructions
આમ રસ પુરી બનાવવાની રીત | aam ras puri banavani rit
- આજ આપણે સૌ પ્રથમ આપણે પેલે આમ રસ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ પરફેક્ટ ફૂલેલી પૂરી બનવતા શીખીશું અને બને નો આનંદ માણીશું.
આમ રસ બનાવવાની રીત
- સૌથી પહેલા પાકેલા અને મીઠા હોય એવા આંબા લ્યો આંબા ને અડધા થી એક કલાક પાણી માં બોળી એક બાજુ મૂકો અડધા કલાક પછી આંબાને ધોઇ ને પાણી માંથી કાઢી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી એની છાલ અલગ કરી લ્યો અને ચાકુથી મોટા મોટા કટકા કરી લ્યો.
- તૈયારકટકા ને મિક્સર જારમાં નાખો સાથે એક બે ચમચી ખાંડ, એલચી પાઉડર અને પાંચ સાત કટકા બરફ ના નાખીમિક્સર ની ઢાંકણ બંધ કરી આંબા ને પીસીને ઘટ્ટ રસ તૈયાર કરી લ્યો. તૈયાર રસ ફ્રીઝ માં મૂકી ઠંડો થવાદયો.
પૂરી બનાવવાની રીત
- પૂરીનો લોટ બાંધવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી અજમો નાખી લોટ બરોબર મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો.
- દસ મિનિટ પછી લોટ ને થોડો મસળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખી લોટ ને ફરીથી મસળી લ્યોઅને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને લુવને તેલ.લગાવી ઢાંકી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી પાટલા વેલણ પર તેલ લગાવી લ્યો અને લુવા ને લઈ પૂરી ને વણી લ્યો આમ થોડી પૂરી વણી ને એક થાળી માં મૂકતા જાઓ. તેલ ગરમ થાય એટલે વણેલી પૂરીને ગરમ તેલ માં નાખી ઝારા ની મદદ થી બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી પૂરી વણી અનેગોલ્ડન તરી લ્યો.
- તૈયાર ગરમ ગરમ પૂરી ને ઠંડા ઠંડા આમરસ સાથે સર્વ કરો આમરસ પૂરી.
aam ras puri recipe notes
- અહી મને પીસેલા આંબા નો રસ પસંદ ના હોય તો આંબા ને છોલી અને આંબા પર ચાકુ થી ઝીણા ઝીણા ઊભા અને આડા કાપા કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો અને એમાં એલચી પાઉડર, ખાંડ અને બરફ ના કટકા નાખીમિક્સ કરી ફ્રીઝ માં મૂકી મજા લઈ શકો છો આમરસ.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
પાણીચું અથાણું બનાવવાની રીત | panichu athanu in gujarati
ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત | gunda na mor nu shaak banavani rit
કેરડા નું અથાણું | કેર નું અથાણું | kerda nu athanu | keda nu athanu
ગરમર નું અથાણું | garmar nu athanu | garmar pickle recipe