ગરમી ની સિજન આવતાં જ બધા ને ફળોના રાજા કહેવાતા આંબા નો ઇન્તજાર સારું થઈ જાય ને આમ પન્ના બને પ્રકાર ની કેરીમાંથી એટલે કે કાચી કરી માંથી ને પાકી કેરી માંથી બનાવાતા હોય છે બને માં સ્વાદમાં ઘણો જ ફરક હોય છે અને અલગ અલગ રાજ્યોના લોકોમાં પન્ના બનાવવા ની રીત પણ અલગ અલગ હોય છે ઘણા લોકો કેરી ને સેકી ને આમ પન્ના બનાવતા હોય છે તો ઘણા લોકો કરી ને બાફી ને આમ પન્ના બનાવતા હોય છે ઉનાળો શરૂ થઈ ગયો છે ને બજાર માં કેરી આવવા ની પણ શરૂ થઈ ગઈ છે તો ચાલો બનાવીએ ગરમી દૂર કરવાં કેરી માંથી બનતો આમ પન્ના બનાવવાની રીત , Aam panna recipe in Gujarati
આમ પન્ના બનાવવા જરૂરી સામગ્રી
- ૪ કાચી કેરી
- મીઠું સ્વાદાનુસાર
- ૧ ચમચો વરિયાળી
- ૨-૩ એલચી
- ૧ ટૂકડો આદુ નો
- ૧ ચમચો જીરૂ
- ૮-૧૦ કાળા મરી
- ૧/૪ ચમચી સંચર મીઠું
- ૧૫૦ ગ્રામ ખાંડ
- ૨૫-૩૦ પાન ફુદીના ના પાન
- બરફ ના ટુકડા
- પાણી જરૂર મુજબ
આમ પન્ના બનાવવાની રીત
આમ પન્ના બનાવવા માટે એક કુકર માં ૨ કપ પાણી નાખી અને કરી ની ડાળી વારા ભાગ કાઢી ને સ્વાદ મુજબ મીઠું નાખીને ૨ સિટી સુધી બાફી લો, બફાઈ જાય પછી કેરી ની છાલ અને ગોટલી નીકાળી પલ્પ અલગ કરી લો.
હવે એક કડાઈમાં જીરૂ, એલચી, કાળા મરી નાખી સેકી લઈ એક વાટકી માં તૈયાર રાખો, એક વાટકી માં ૧ ચમચો વરિયાળી લઈ એમાં પાણી નાખી ૧૦ મિનિટ પલાળવા મૂકો.
એક મિક્સર જારમાં સેકલું જીરૂ, એલચી, કાળા મરી નાખી એક વાર પીસી લો. પછી તેમાં કેરી નો પલ્પ, મીઠું,પલાળેલી વરિયાળી, છોલી ને સમારેલું આદુ, નાખી મિક્સર જારમાં બીજી વાર પીસી લો.
હવે એજ મિક્સર જારમાં તમે સંચર મીઠું ખાંડ ફુદીનો નાખી ફરી પીસી લો, આ મિશ્રણ તમે ૧૦-૧૫ દિવસ સુધી ફ્રીઝ માં રાખી ને મૂકી સકો છો, હવે જ્યારે આમ પન્ના બનાવવો હોય ત્યારે એક ગ્લાસ માં ૨-૩ ચમચી આ મિશ્રણ લઈ તેમાં બરફ અને પાણી નાખી હલાવી લો.
Aam panna recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Aam panna recipe in Gujarati
આમ પન્ના બનાવવાની રીત | Aam panna recipe in Gujarati
Equipment
- કૂકર, ગ્લાસ બરફ ના ટુકડા
Ingredients
આમ પન્ના બનાવવા જરૂરી સામગ્રી
- ૪ કાચી કેરી
- મીઠું સ્વાદાનુસાર
- ૧ ચમચો વરિયાળી
- ૧ ટૂકડો આદુ નો
- ૧ ચમચો જીરૂ
- ૨-૩ એલચી
- ૮-૧૦ કાળા મરી
- ૧/૪ ચમચી સંચર મીઠું
- ૧૫૦ ગ્રામ ખાંડ
- ૨૫-૩૦ પાન ફુદીના ના પાન
- બરફ ના ટુકડા
- પાણી જરૂર મુજબ
Instructions
આમ પન્ના બનાવવાની રીત – Aam panna recipe in Gujarati
- આમ પન્ના બનાવવા માટે એક કુકર માં ૨ કપ પાણીનાખી અને કરી ની ડાળી વારા ભાગ કાઢી ને સ્વાદ મુજબ મીઠું નાખીને ૨ સિટી સુધી બાફી લો.
- બફાઈ જાય પછી કેરી ની છાલ અને ગોટલી નીકાળી પલ્પ અલગ કરી લો.
- હવે એક કડાઈમાં જીરૂ, એલચી, કાળા મરી નાખી સેકી લઈ એક વાટકીમાં તૈયાર રાખો.
- એક વાટકી માં ૧ ચમચો વરિયાળી લઈ એમાં પાણી નાખી૧૦ મિનિટ પલાળવા મૂકો.
- એક મિક્સર જારમાં સેકલું જીરૂ, એલચી, કાળા મરી નાખી એક વાર પીસી લો.પછી તેમાં કેરી નો પલ્પ, મીઠું,પલાળેલી વરિયાળી, છોલી ને સમારેલું આદુ, નાખી મિક્સર જારમાં બીજી વાર પીસી લો.
- હવે એજ મિક્સર જારમાં તમે સંચર મીઠું ખાંડ ફુદીનો નાખી ફરી પીસી લો.
- આ મિશ્રણ તમે ૧૦-૧૫ દિવસ સુધી ફ્રીઝ માં રાખી ને મૂકી સકો છો.
- હવે જ્યારે આમ પન્ના બનાવવો હોય ત્યારે એક ગ્લાસમાં ૨-૩ ચમચી આ મિશ્રણ લઈ તેમાં બરફ અને પાણીનાખી હલાવી લો.
- તૈયાર છે મસ્ત ખાટ્ટોમીઠો ને ઠંડો આમ પન્ના.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
બદામ શેક બનાવવાની રીત | Badam milk shake recipe in Gujarati
સતુ નો શરબત બનાવવાની સરળ રીત | Sattu sharbat recipe in Gujarati
ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati