નમસ્તે મિત્રો આજે આપણે આલું મસાલા પૂરી બનાવવાની રીત – Aalu masala puri banavani rit શીખીશું. આ આલું મસાલા પૂરી તૈયાર કરી તમે સવાર સાંજ ચા સાથે નાસ્તા માં બાળકો ને સ્કૂલ માં ટિફિન માં અથવા તો પ્રવાસ માં લઇ જઇ શકો છો, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube , જે ખાવા માં એકદમ સ્વાદિષ્ટ લાગે છે ને બનાવવી ખૂબ સરળ અને ઝડપી છે તો ચાલો Aalu masala puri recipe in gujarati શીખીએ.
આલું મસાલા પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 2 કપ
- બાફેલા બટાકા 4-5
- લીલા મરચા સુધારેલા 2-3
- લસણની પેસ્ટ 8-10 (ઓપ્શનલ છે )
- આદુ ½ ઇંચ
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- કલોંજી 1 ચમચી ( ઓપ્શનલ છે )
- જીરું 1 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
આલું મસાલા પૂરી બનાવવાની રીત
આલું મસાલા પૂરી બનાવવા સૌપ્રથમ બટાકા ને કુકર માં બે ત્રણ સીટી ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે દસ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ને બટાકા કાઢી ને છોલી ને સાફ કરી લ્યો.
મિક્સર જારમાં સુધારેલા મરચા, આદુ અને લસણ ની કણી નાખી પીસી લ્યો અને ત્યાર બાદ એમાં બાફેલા બટાકા નાખી ફરી પીસી લ્યો ત્યાર બાદ પીસેલા પેસ્ટ ને એક કથરોટ માં નાખો હવે એમાં ચાળી રાખેલ ઘઉંનો લોટ કપ નાખો સાથે ચીલી ફ્લેક્સ, કસુરી મેથી મસળી ને નાખો, કલોંજી, આમચૂર પાઉડર, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખો.
હવે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી ને લોટ બાંધી લ્યો (જો વધારે લોટ ની જરૂર પડે તો નાખી શકો છો) લોટ ને કઠણ બાંધી ને તૈયાર કરી લ્યો છેલ્લે એક બે ચમચી તેલ નાખી ને લોટ ને મસળી ને તૈયાર કરી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ ને તેલ લાગવી ફરી મસળી લ્યો ને જરૂર લાગે તો કોરો લોટ લઈ શકો છો જે સાઇઝ ની પૂરી બનાવવી હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો અને કોરા લોટ સાથે મિક્સ કરી લ્યો અને વેલણ વડે વણી ને પુરી તૈયારી કરી લ્યો.
તેલ મિડીયમ ગરમ થાય એટલે તેમાં વણેલી પુરી ને ગરમ તેલ માં તળી લ્યો અને બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ બહાર કાઢી લ્યો આમ બધી પુરી વણી ને તરી લ્યો અને ચા, ચટણી કે સોસ સાથે સર્વ કરો આલું મસાલા પૂરી.
Aalu masala puri recipe in gujarati notes
- અહીં લોટ કઠણ બાંધવા જરૂર મુજબ કોરો લોટ નાખતા જવું.
- બાફેલા બટાકા ને છીણી ને અથવા મેસર વડે મેસ કરી ને પણ વાપરી શકો છો.
- પુરી ને વણવા માટે કોરા લોટ અથવા તેલ નો ઉપયોગ કરી શકો છો.
Aalu masala puri banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Aalu masala puri recipe in gujarati
આલું મસાલા પૂરી બનાવવાની રીત | Aalu masala puri banavani rit | Aalu masala puri recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
આલું મસાલા પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- 4-5 બાફેલા બટાકા
- 2-3 લીલા મરચા સુધારેલા
- 8-10 લસણની પેસ્ટ (ઓપ્શનલછે )
- ½ ઇંચ આદુ
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી કલોંજી ( ઓપ્શનલ છે )
- 1 ચમચી જીરું
- 1 ચમચી કસુરી મેથી
- 1 ચમચી આમચૂર પાઉડર
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
આલું મસાલા પૂરી | Aalu masala puri | Aalu masala puri recipe
- આલું મસાલા પૂરી બનાવવા સૌપ્રથમ બટાકા ને કુકર માં બે ત્રણ સીટી ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે દસ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ને બટાકા કાઢી ને છોલી ને સાફ કરી લ્યો.
- મિક્સર જારમાં સુધારેલા મરચા, આદુ અને લસણ ની કણી નાખી પીસી લ્યો અને ત્યાર બાદ એમાં બાફેલા બટાકા નાખીફરી પીસી લ્યો ત્યાર બાદ પીસેલા પેસ્ટ ને એક કથરોટ માં નાખો હવે એમાં ચાળી રાખેલ ઘઉંનોલોટ કપ નાખો સાથે ચીલી ફ્લેક્સ, કસુરી મેથી મસળી ને નાખો,કલોંજી, આમચૂર પાઉડર, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખો.
- હવે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી ને લોટ બાંધી લ્યો (જો વધારે લોટ ની જરૂર પડે તો નાખી શકો છો) લોટ ને કઠણબાંધી ને તૈયાર કરી લ્યો છેલ્લે એક બે ચમચી તેલ નાખી ને લોટ ને મસળી ને તૈયાર કરી લ્યોને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ ને તેલ લાગવી ફરી મસળી લ્યો ને જરૂર લાગે તો કોરો લોટ લઈ શકો છો જે સાઇઝ ની પૂરી બનાવવી હોય એ સાઇઝના લુવા કરી લ્યો અને કોરા લોટ સાથે મિક્સ કરી લ્યો અને વેલણ વડે વણી ને પુરી તૈયારી કરી લ્યો.
- તેલ મિડીયમ ગરમ થાય એટલે તેમાં વણેલી પુરી ને ગરમ તેલ માં તળી લ્યો અને બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ બહાર કાઢી લ્યો આમ બધી પુરી વણી ને તરી લ્યો અને ચા, ચટણી કે સોસ સાથે સર્વ કરો આલું મસાલા પૂરી.
Aalu masala puri recipe in gujarati notes
- અહીં લોટ કઠણ બાંધવા જરૂર મુજબ કોરો લોટ નાખતા જવું.
- બાફેલા બટાકા ને છીણી ને અથવા મેસર વડે મેસ કરી ને પણ વાપરી શકો છો.
- પુરી ને વણવા માટે કોરા લોટ અથવા તેલ નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રાગી ઓટ્સ કુકી બનાવવાની રીત | Ragi Oats Cookie banavani rit | Ragi Oats Cookie recipe in gujarati
નાયલોન ખમણ બનાવવાની રીત | nylon khaman banavani rit | nylon khaman recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.