જય શ્રી કૃષ્ણ બધાને આજ આપણે આદુ લસણ નું અથાણું બનાવવાની રીત – aadu lasan nu athanu banavani rit શીખીશું, If you like the recipe do subscribe Viraj Naik Recipes YouTube channel on YouTube , અથાણાં તો આપણા ગુજરાતીઓ ના જમવાની વ્યવસ્થા નો અભિન્ન ભાગ છે. અથાણાં વગર તો જમવાનું પૂરું નથી થતું. અને અથાણાં ની જેટલી વિવિધતા ગુજરાત માં જોવા મળશે એટલી બીજે ક્યાંય જોવા મળતી નથી, ખાટા, મીઠા, તીખા, સ્વાસ્થ્ય વર્ધક એમ અલગ અલગ ઘણાં અથાણાં બનાવતા હોય છે આજ એવું જ એક અથાણું બનાવશું તો ચાલો aadu lasan nu athanu recipe in gujarati શીખીએ.
આદુ લસણ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- કેરી અથાણાં ની 200 ગ્રામ
- હળદર ½ +1 ચમચી
- લસણ ની કણી 100 ગ્રામ સુધારેલી
- આદુ 50 ગ્રામ સુધારેલ
- લીલી હળદર 50 ગ્રામ સુધારેલ (ઓપ્શનલ છે)
- રેશમ પટ્ટી મરચા નો પાઉડર 100 ગ્રામ
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 50 ગ્રામ
- હિંગ 10 ગ્રામ
- મેથી ના કુરિયા 50 ગ્રામ
- તેલ 110 એમ. એલ.
- મીઠું 100 ગ્રામ
આદુ લસણ નું અથાણું બનાવવાની રીત
આદુ લસણ નું અથાણું બનાવવા સૌપ્રથમ કેરી ને ધોઇ સાફ કરી કપડા થી એકદમ કોરી કરી લ્યો ત્યાર બાદ એને છોલી સાફ કરી કટકા કરી એક તપેલી માં નાખો હવે એમાં અડધી ચમચી હળદર અને એક ચમચી મીઠું નાંખી બરોબર મિક્સ કરી ઢાંકી એક બે કલાક એક બાજુ મૂકી દયો. હવે બે કલાક પછી એમાં બનેલ પાણી ને અલગ કાઢી લ્યો અને કરી ને કપડા માં મૂકી ઢાંકી ને સૂકવી લ્યો.
કેરી ના બચેલા પાણી માં મેથી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો. ચાર કલાક પછી મેથી ને પણ કપડા માં ફેલાવી ને સૂકવી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને ઠંડુ થવા દયો. ગરમ તેલ માંથી બે ચાર ચમચી તેલ કડાઈમાં રહેવા દઈ બીજુ તેલ બીજા વાસણમાં ઠંડુ થવા કાઢી લ્યો અને બીજું કડાઈ માં રહેલ તેલ માં લસણ ના કટકા નાખી ધીમા તાપે હલાવતા રહો અને શેકી લ્યો. લસણ લાઈટ ગોલ્ડન થાય ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
એજ કડાઈ માં આદુ ના કટકા અને લીલી હળદર સુધારેલ નાખી હલાવતા રહો અને ને ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો બને બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો.
હવે એક કડાઈ માં રેશમ પટ્ટી મરચા નો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, એક ચમચી હળદર, મેથી ના કુરિયા, પલળેલી મેથી, હિંગ નાખી એમાં બે ત્રણ ચમચી ઠંડુ થયેલ તેલ નાખી મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો.
એમાં મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ શેકેલ આદુ હળદર ના કટકા, લસણ ના કટકા, કરી ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને તપેલી માં થોડું દબાવી ને ઢાંકી ને એકદિવસ એમજ રહેવા દયો.
એક દિવસ પછી અથાણાં ને કાંચ ની બરણી માં દબાવી ને ભરી લ્યો અને ઉપર ઠંડુ કરેલ તેલ નાખી દયો અને અઠવાડિયું રોજ સવાર સાંજ સાફ કોરા ચમચા થી હલાવી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મજા લો આદુ લસણ નું અથાણું.
aadu lasan nu athanu banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
aadu lasan nu athanu recipe in gujarati
aadu lasan nu athanu | આદુ લસણ નું અથાણું | aadu lasan nu athanu banavani rit | aadu lasan nu athanu recipe in gujarati
Equipment
- 1 કાંચ ની બરણી
- 1 તપેલી
Ingredients
આદુ લસણ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- 200 ગ્રામ કેરી અથાણાં ની
- 1½ ચમચી હળદર
- 100 ગ્રામ લસણ ની કણી સુધારેલી
- 50 ગ્રામ આદુ સુધારેલ
- 50 ગ્રામ લીલી હળદર સુધારેલ (ઓપ્શનલ છે)
- 100 ગ્રામ રેશમ પટ્ટી મરચા નો પાઉડર
- 50 ગ્રામ કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 10 ગ્રામ હિંગ
- 50 ગ્રામ મેથી ના કુરિયા
- 110 એમ. એલ. તેલ
- 100 ગ્રામ મીઠું
Instructions
આદુ લસણ નું અથાણું બનાવવાની રીત | aadu lasan nu athanu banavani rit
- આદુ લસણ નું અથાણું બનાવવા સૌપ્રથમ કેરી ને ધોઇ સાફ કરીકપડા થી એકદમ કોરી કરી લ્યો ત્યાર બાદ એને છોલી સાફ કરી કટકા કરી એક તપેલી માં નાખોહવે એમાં અડધી ચમચી હળદર અને એક ચમચી મીઠું નાંખી બરોબર મિક્સ કરી ઢાંકી એક બે કલાકએક બાજુ મૂકી દયો. હવે બે કલાક પછી એમાં બનેલ પાણી ને અલગ કાઢી લ્યો અને કરી ને કપડા માં મૂકી ઢાંકી ને સૂકવી લ્યો.
- કેરીના બચેલા પાણી માં મેથી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો. ચાર કલાક પછી મેથી ને પણ કપડામાં ફેલાવી ને સૂકવી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને ઠંડુ થવા દયો. ગરમ તેલ માંથીબે ચાર ચમચી તેલ કડાઈમાં રહેવા દઈ બીજુ તેલ બીજા વાસણમાં ઠંડુ થવા કાઢી લ્યો અને બીજુંકડાઈ માં રહેલ તેલ માં લસણ ના કટકા નાખી ધીમા તાપે હલાવતા રહો અને શેકી લ્યો.લસણ લાઈટ ગોલ્ડન થાય ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
- એજ કડાઈમાં આદુ ના કટકા અને લીલી હળદર સુધારેલ નાખી હલાવતા રહો અને ને ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો બને બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો.
- હવે એક કડાઈ માં રેશમ પટ્ટી મરચા નો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, એક ચમચી હળદર, મેથી ના કુરિયા, પલળેલી મેથી, હિંગનાખી એમાં બે ત્રણ ચમચી ઠંડુ થયેલ તેલ નાખી મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો.
- એમાં મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ શેકેલ આદુ હળદર ના કટકા, લસણ ના કટકા, કરી ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને તપેલી માંથોડું દબાવી ને ઢાંકી ને એકદિવસ એમજ રહેવા દયો.
- એક દિવસ પછી અથાણાં ને કાંચ ની બરણી માં દબાવી ને ભરી લ્યો અને ઉપર ઠંડુ કરેલ તેલ નાખી દયો અને અઠવાડિયું રોજ સવાર સાંજ સાફ કોરા ચમચા થી હલાવી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મજા લો આદુ લસણ નું અથાણું.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોલાર દાળ બનાવવાની રીત | cholar dal banavani rit
ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit | fajeto recipe in gujarati