આપણે શિયાળા માં જે સૌથી સારા ને તાજા મળે એવા લીલા લસણ અને લીલા ધાણા નો ઉપયોગ કરી આપણે એક ટેસ્ટી અને હેલ્થી Lila lasan ane lila dhana ni chatni – લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી બનાવી તૈયાર કરીશું જે ખાવા માં જેટલી ટેસ્ટી છે બનાવી પણ ખૂબ સરસ છે. તો આ ચટણી બનાવી રોટલી, પરોઠા કે રોટલા સાથે સર્વ કરો અને બધા જ પૂછતા રહી જસે કે આટલી ટેસ્ટી ચટણી બનાવી કેવી રીતે.
Ingredients list
- લીલું લસણ સુધારેલ 1 કપ
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- જીરું 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 4-5
- લીલી હળદર ના કટકા 2-3 ચમચી
- તેલ 1-2 ચમચી
- લીંબુનો રસ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Lila lasan ane lila dhana ni chatni banavani rit
Lila lasan ane lila dhana ni chatni banavani rit
લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ વખત ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નીતરવા મૂકો. હવે લસણ ના મૂળ ચાકુથી કાપી અલગ કરી લ્યો અને ઉપર થી એક બે પાંદ અલગ કરી સાફ લ્યો અને એને પણ એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ચાકુથી સુધારી લ્યો.
હવે લીલી હળદર ને પણ ધોઇ સાફ કરી છાલ ઉતારી ફરી પાણી થી ધોઈ એના પણ કટકા કરી લ્યો અને લીંબુ નો રસ કાઢી તૈયાર કરી લીલા મરચા ધોઇ સાફ કરી કટકા કરી લ્યો.
હવે બધી સામગ્રી તૈયાર કરી લીધા બાદ મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, લીલા મરચા સુધારેલા, લીલી હળદર સુધારેલ, લીંબુનો રસ, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
ચટણી થોડી પીસી લીધા જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી ફરીથી એક વખત પીસી લ્યો. હવે એમાં તેલ નાખી એક વખત મિક્સર ફેરવી લ્યો અને ચટણી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી.
Chatni recipe notes
- અહી જો તમારા પાસે સીંગદાણા નું તેલ હોય તો એ નાખશો તો ચટણી ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
- ચટણી માં તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- જો તમને લીલા લસણ નું તીખાશ વધારે પસંદ ના આવતી હોય તો લીલું લસણ અડધો કપ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી બનાવવાની રીત
Lila lasan ane lila dhana ni chatni banavani rit
Equipment
- 1 તપેલી
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 1 કપ લીલું લસણ સુધારેલ
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી જીરું
- 4-5 લીલા મરચા સુધારેલા
- 2-3 ચમચી લીલી હળદર ના કટકા
- 1-2 ચમચી તેલ
- 2 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Lila lasan ane lila dhana ni chatni banavani rit
- લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ વખત ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નીતરવા મૂકો. હવે લસણ ના મૂળ ચાકુથી કાપી અલગ કરી લ્યો અને ઉપર થી એક બે પાંદ અલગ કરી સાફ લ્યો અને એને પણ એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ચાકુથી સુધારી લ્યો.
- હવે લીલી હળદર ને પણ ધોઇ સાફ કરી છાલ ઉતારી ફરી પાણી થી ધોઈ એના પણ કટકા કરી લ્યો અને લીંબુ નો રસ કાઢી તૈયાર કરી લીલા મરચા ધોઇ સાફ કરી કટકા કરી લ્યો.
- હવે બધી સામગ્રી તૈયાર કરી લીધા બાદ મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, લીલા મરચા સુધારેલા, લીલી હળદર સુધારેલ, લીંબુનો રસ, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
- ચટણી થોડી પીસી લીધા જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી ફરીથી એક વખત પીસી લ્યો. હવે એમાં તેલ નાખી એક વખત મિક્સર ફેરવી લ્યો અને ચટણી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Green pavbhaji banavani recipe | ગ્રીન પાઉંભાજી બનાવવાની રેસીપી
Tameta nu athanu banavani rit | ટામેટા નું અથાણું બનાવવાની રીત
vagharela bhaat banavani rit | વઘારેલો ભાત બનાવવાની રીત
વણી ને રોટલા બનાવવાની રીત | થાબડી ને રોટલા બનાવવાની રીત | Vani ne rotla banavani rit
safed kadhi banavani rit | સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi recipe in gujarati